બિહારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, એક પછી એક 12 બ્રિજ ધરાશાયી થતાં કરોડો રૂપિયા પાણીમાં, લોકો બેહાલ
Bihar Bridge Collapsed : દેશમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પુરની ચર્ચાઓ તો થઈ જ રહી છે, ઉપરાંત બિહારમાં એક પછી એક પુર ધરાશાઈ થવાની ઘટનાની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયું હોય, તેમ એક પછી એક 12 બ્રિજ ધરાશાયી થયા બાદ ભારે રાજકારણ ગરમાયું છે. આ ઘટનાઓમાં કરોડો રૂપિયા પાણીમાં જતાં બિહારની નીતીશ કુમાર સરકાર વિરુદ્ધ વિપક્ષોએ બાંયો ચઢાવી છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર આકરા પ્રહારો કરી આક્ષેપ કર્યો છે કે, ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ગુનાહિત બેદરકારીના કારણે એક ડઝન પુલ તુટી ગયા છે. જ્યારે અધિકારીઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે, આ કદાચ રાજ્યભરની નદીઓમાં હાથ ધરવામાં આવેલા ડિસિલ્ટીંગ અભિયાનનું પરિણામ છે.
રાજ્યમાં ક્યારે કેટલા પુલ તૂટ્યા?
- 18 જૂન : અરરિયા
- 22 જૂન : સિવાન
- 23 જૂન : પૂર્વ ચંપારણ
- 27 જૂન : કિશનગંજ
- 28 જૂન : મધુબની
- 01 જુલાઈ : મુઝફ્ફરપુર
- 03 જુલાઈ : સિવાનમાં ત્રણ અને સારણમાં બે
- 04 જુલાઈ: સારણ
બે દિવસમાં ત્રણ પુલ તૂટ્યા
સારણ જિલ્લામાં બુધવાર અને ગુરુવારે બે દિવસમાં ત્રણ પુલ ધરાશાયી થયા હતા. આ પૈકીના બે પુલ બુધવારે માત્ર બે કલાકના અંતરે એક કિમીના અંતરે ગંડક નદી પર તૂટી પડ્યા હતા. એક પુલ જનતા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધનાથ મંદિર પાસે હતો, જેનું નિર્માણ 2004માં તત્કાલિન ધારાસભ્ય ધૂમલ સિંહની ભલામણ પર કરાયું હતું, જ્યારે બીજો પુલ બ્રિટિશ સમયનો હતો. ગુરુવારે સવારે સારણમાં ત્રીજો પુલ ધરાશાયી થયો હતો.
આ પણ વાંચો : ચીનના જળપ્રલયથી ભારતનું આ રાજ્ય સંકટમાં, 2500 ગામોમાં ખતરો, આ સિઝનમાં 48 મોત
રૂ.25 લાખમાં બનાવાયેલો પુર ધરાશાયી
વર્ષ 2011માં NDA સરકારના શાસનમાં બાંકે નદી પર પુરંદાહા રાજબાડા અને દલકાવા નરકટિયા ઈન્દરવાને જોડતો પુલ બનાવાયો છે, જેના એક પિલ્લરને નુકસાન થયું છે. આ પુલ ગ્રામીણ વિસ્તારોને સોનબરસા બ્લૉક સાથે જોડવા માટે અંદાજિત રૂપિયા 25 લાખના ખર્ચે બનાવાયો હતો. બસંતપુર ગામ પાસે એક ડાયવર્ઝને પણ નુકસાન થયું હતું, જેના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : હાથરસ દુર્ઘટના: સત્સંગ પછી નાસભાગ થતા ભાગી ગયા હતા બાબા, CCTV ફૂટેજમાં ખુલાસો
27થી 30 જૂન વચ્ચે ધરાશાયી થયા બે પુલ
27થી 30 જૂન વચ્ચે કિશનગંજમાં બે પુલ ધરાશાયી થયા હતા. આવી જ ઘટના ઠાકુરગંજના ખોશી ડાંગી ગામમાં થઈ હતી, જ્યાં 27 જૂને ભારે વરસાદ અને નદીમાં પાણીનું સ્તર વધતા એક પુલના પિલ્લરને નુકસાન થયું છે. સ્થાનિક જવાહર સિંહે કહ્યું કે, આના કારણે લગભગ 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે કિશનગંજના બહાદુરગંજમાં શ્રવણ ચોક પાસે મારિયા નદી પર વધુ એક પુલ ક્ષતિગ્રસ્ત થયાના અહેવાલ છે. આ પુલ વર્ષ 2011માં એનડીએના શાસનમાં અંદાજિત રૂપિયા 25 લાખના ખર્ચે બનાવાયો હતો.
1.5 કરોડના ખર્ચે બનાવાયેલો પુલ પણ ધરાશાયી
પૂર્વ ચંપારણના ઘોડાસહન બ્લૉકમાં વધુ એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો. આ પુલ ધિરેન્દ્ર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અંદાજિત 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ રહ્યો હતો. પહેલી જુલાઈએ મુઝફ્ફરનગર જિલ્લાના ઔરાઈમાં બાગામતી નદી પર વાંસથી બનાવાયેલા અસ્થાયી પુલને નુકસાન થયું હતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સ્થાનિકોએ દાવો કર્યો છે કે, તેઓ દર વર્ષે પોતાના ખર્ચે આ અસ્થાયી પુલ બનાવે છે.
આ પણ જુઓ : લોનાવાલાનો ખૌફનાક VIDEO, પાણીમાં તણાયો આખો પરિવાર
સિવાનમાં ત્રીજી જુલાઈએ ત્રણ પુલ તૂટ્યા
સિવાયન જિલ્લાના મહારાજગંજમાં ત્રણ જુલાઈએ એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી થયા હતા. એક પુલ સિકંદરપુર ગામમાં, બીજો દેવરિયા પંચાયતમાં અને ત્રીજો ભીખાબાંધમાં ધરાશાયી થયો હતો. આ તમામ પુલ તત્કાલીન સાંસદ પ્રભુનાથ સિંહના ફંડમાંથી બનાવાયા હતા, જે 30 વર્ષથી પણ વધુ જૂના છે.
જ્યારે અરરિયામાં બકરા નદી પર બની રહેલો પુલ 18 જૂને તૂટી ગયો હતો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 2021માં લગભગ આઠ કરોડ હતો. આ પુલને વર્ષ 2023 સુધીમાં બનાવાયો હતો, જોકે બની શક્યો ન હતો. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, આ પુલ બનાવાવ માટે વધુ ફંડની જરૂર હતી, જેના કારણે આ બેકાર થઈ ગયો હતો.
આ પણ જુઓ : મથુરામાં ઓવરહેડ ટાંકી ધરાશાયી, ચૌતરફ ફેલાયો કાટમાળ, આસપાસના ઘરનો પણ નુકસાન, જુઓ VIDEO