'અબ હમ કો ફૂલ ઈજ્જત ચાહિયે...', બજેટમાં આંધ્ર-બિહાર માટે મોટી જાહેરાતો થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
Union Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થઈ ગયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સાતમી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું જાણે પૂર આવ્યું હતું. આ વર્ષના બજેટમાં નાણા મંત્રીએ આંધ્ર પ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાતો કરી, તો શિક્ષણ ક્ષેત્રે યુવાનો માટે લોનની જાહેરાત તેમજ મહિલાઓ માટે પણ વિવિધ યોજનાની જાહેરાત કરી છે. આ દરમિયાન નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા જ સોશિયલ મીડિયામાં મીમ્સનું જાણે ઘોડાપુર આવી ગયું હતું.
સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
નાણા મંત્રીની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. બજેટની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો બંને રાજ્યોને મળેલી ભેટની સરખામણી કરી રહ્યા છે અને સરકારના આ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે.