બિહારમાં મોટી દુર્ઘટના... 2 પિતરાઈ ભાઈ સહિત 4 લોકોના નદીમાં ડુબી જતા મોત
ઉફનતી ઢાઢર 2 અને આહર તેમજ પોખર નદીમાં 1-1 યુવકનું ડુબી જતા મોત
ગોંદર બીઘા ગામ, શિખરપુર ગામ અને કોચગાંવ ગામના યુવકનું મોત
નવાદા, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર
બિહાર (Bihar)ના નવાડા (Nawada)માં આજે મોટી દુર્ઘટના બની છે. અહીં 2 પિતરાઈ ભાઈ સહિત 4 લોકોના નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે... હિસુઆમાં 2 પિતરાઈ ભાઈઓ નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા છે. એસડીઆરએફની ટીમે આજે બંને પિતરાઈ ભાઈઓની મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે વારિસલીગંજ અને ગોવિંદપુરામાં આજે 2 વ્યક્તિઓના ડુબી જવાથી મોત થયા છે. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી દીધા છે.
બંને પિતરાઈભાઈના ડુબી જવાથી મોત
પ્રથમ ઘટનામાં હિસુઆમાં ઉફનતી ઢાઢર નદી (Ufanti Dhadhar River)માં ગઈકાલે 2 યુવકોના ડુબવાથી મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહો આજે બહાર કાઢવામાં આવ્યા છે. બંને યુવકો હિદુસાના ગોંદર બીઘા ગામના રહેવાસી અને પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકમાં બંનેની ઓળખ શંકર કુમાર અને બમબમકુમાર તરીકે થઈ છે. એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ આજે બંનેના મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા છે.
આહરમાં ડુબી જવાથી એક વ્યક્તિનું મોત
બીજી ઘટનામાં ગોવિંદપુરના શિખરપુર ગામમાં આહર નદી (Ahar River)માં ડુબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક યુવકની ઓળખ શિખરપુર ગામનો રહેવાસી પ્રમોદ કુમારના પુત્ર કૌશલ કુમાર તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ કૌશલનો પગ લપસી જતા તે આહર નદીમાં ડુબી ગયો અને મોત નિપજ્યું... જ્યારે ગ્રામજનોએ નદીમાં મૃતદેહને તરતા જોયો તો તુરંત પરિવારને જાણ કરી હતી... ત્યારબાદ કૌશલના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો.
પોખરમાં એક યુવકનું મોત
ત્રીજી ઘટનામાં વારિસલીગંજના કોચગાંવ ગામના પોખર નદી (Pokhara River)માં ડુબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ કોચગાંવનો રહેવાસી રાજનીતિ સિંહના 38 વર્ષિક પુત્ર રામજતન સિંહ તરીકે થઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે, લઘુશંકા ગયા બાદ યુવક હાથ-પગ ધોવા નદી પાસે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતા ડુબી ગયો અને તેનું મોત નિપજ્યું... નવાદા પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી દીધા છે.