CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ
Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદને લઈને NDAમાં ઘમસાણ ચાલી રહ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રીએ બિહારની ચૂંટણી અંગે ચોંકાવનારનું નિવેદન કર્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે. JDUએ પટનામાં કાર્યાલયની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘25 સે 30, ફિરસે નીતિશ’...
હરિયાણાના CMમાં નિવેદન બાદ JDUએ પોસ્ટરથી આપ્યો જવાબ
જેડીયુના આ પોસ્ટરથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટર લગાવી જેડીયુ દાવો કરી રહ્યું છે કે, 2025થી 2030 સુધી બિહારમાં ફરીથી નીતિશ કુમાર (CM Nitish Kumar)ની સરકાર બનશે. JDU પોસ્ટરથી જવાબ આપી સ્પષ્ટ કહી રહી છે કે, આગામી ચૂંટણીમાં નીતિશ કુમાર NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, એમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (Haryana CM Nayab Singh Saini)એ મુખ્યમંત્રી પદ અંગે એવું નિવેદન આપ્યું કે, ‘મૂંઝવણ (બિહાર ચૂંટણીમાં)ની સ્થિતિ ઊભી થઈ છે.’
આ પણ વાંચો : ‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ
બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો
બિહારમાં ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. સાથી પક્ષો ભાજપ અને જેડીયુએ પહેલાથી જ કહી રહ્યા છે કે, તેઓ નીતિશના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. જોકે ક્યારેક કેટલાક નેતાઓના નિવેદનના કારણે શંકાઓ અને ચર્ચાઓ અહેવાલો સામે આવતા રહ્યા છે. તાજેતરમાં જ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બિહારમાં ચૂંટણી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં જીતવામાં આવશે. ત્યારબાદ માત્ર એનડીએમાં જ નહીં, બિહારના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ