જમીન કૌભાંડમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને ઝટકો, તપાસ પર રોક લગાવવા હાઈકોર્ટનો ઈનકાર
Karnataka CM Siddaramaiah Land Scam : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને MUDA લેન્ડ સ્કેમમાં હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં હાઇકોર્ટે ગવર્નર વિરૂદ્ધ તેમની અરજીને ફગાવી કાઢી છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે ‘આ અરજીમાં દર્શાવેલા તથ્યોની તપાસ કરવી જરૂરી છે. આ કારણસર અમે અરજી ફગાવી રહ્યા છીએ.’
જો કે આ મુદ્દો એક જમીનના ટુકડાનો છે, જેની સાઇઝ 3.14 એકર છે, જે સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામે છે. ભાજપ આ મુદ્દાને લઇને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત હુમલા થાય છે અને તેમને સીએમ સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગ કરી છે. આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સિદ્ધારમૈયા વિરૂદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી ચૂક્યા છે. આ નિર્ણયને સિદ્ધારમૈયાએ કોર્ટમાં પડકાર્યો હતો.
બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપોને નકારતાં રહ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યો. ત્યારબાદ તેમણે રાજ્યપાલના ફેંસલાને કાયદાકીય પડકાર ફેંકતાં કોર્ટની શરણે ગયા હતા. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે ‘રાજ્યપાલ સરકારને સહન કરી શકતા નથી. તેથી સરકારને ગમે તેમ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
જાણો MUDA શું છે?
મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટીને શોર્ટ ફોર્મમાં MUDA કહે છે. મૈસૂર શહેરના વિકાસ કાર્યો માટે ઓટૉનૉમસ બોડી છે. જમીનોના અધિગ્રહણ અને ફાળવણીના કામની જવાબદારી ઓથોરિટીની જ હોય છે, એટલા માટે MUDA નું નામ આ કેસમાં શરૂઆતથી (2004) જ જોડાયેલું છે. આ કેસ MUDA દ્વારા તે સમયે વળતના રૂપમાં જમીનના ટુકડાની ફાળવણી સાથે સંકળાયેલો છે, જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા. સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આ પ્રક્રિયામાં અનિમિતતાઓ સર્જાઇ છે. તેનાથી સરકારી ખજાનાને કરોડોનું નુકસાન થયું છે. આ મામલે MUDA અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
મૈસૂર અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટીએ વર્ષ 1992 માં કેટલીક જમીન રહેણાક વિસ્તારને વિકસાવવા માટે ખેડૂતો પાસેથી જમીન લીધી હતી. આ પ્રક્રિયા અંતગર્ત કૃષિ જમીનથી અલગ કરવામાં આવ્યો હતો, પરંતુ 1998 માં સંપાદિત જમીનનો એક ભાગ MUDA એ ખેડૂતોને પરત કરી દીધો હતો. આ રીતે આ જમીન ફરી એકવાર કૃષિ જમીન બની ગઇ. અહીંયા સુધી બધુ જ બરોબર હતું. પરંતુ હવે વિવાદની શરૂઆત 2004 થી થઇ, આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઇ બી.એમ.મલ્લિકાર્જુને વર્ષ 2004 માં આ જમીનમાં 3.16 એકર જમીન ખરીદી. આ દરમિયાન 2004-05 માં કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ ગઠબંધનની સરકાર હતી અને ત્યારે સિદ્ધારમૈયા ડેપ્યુટી સીએમ હતા. આ દરમિયાન સામે આવ્યું કે આ જમીનને ફરી એકવાર કૃષિ જમીનથી અલગ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે જમીનનો માલિકી હક લેવા માટે સિદ્ધરમૈયાનો પરિવાર પહોંચ્યો ત્યાં સુધી ત્યાં લે-આઉટ ડેવલોપ થઇ ગયો હતો.