'22 જાન્યુઆરી, 15 ઓગસ્ટ 1947 જેટલી મહત્વપૂર્ણ', રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવનું મોટું નિવેદન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયનું મોટું નિવેદન
પીએમ મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે
Ayodhya Ram Mandir: અયોધ્યોમાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ મંદિરના કામ પર નજર રાખી રહ્યા છે. 22 જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે મોટું નિવેદન આપ્યું છે.
રામ મંદિરના નિર્ણયને લઈને ચંપત રાયે શું કહ્યું?
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને ચંપત રાયે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરી એટલી જ મહત્વપૂર્ણ જેટલી 15 ઓગસ્ટ 1947 હતી. કારગિલને મેળવવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું 1971માં એક લાખ સૈનિકોને નજરબંધ કરવામાં આવ્યા હતા, આ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે,સંતોષની લાગણી છે, શરૂઆતમાં નાના રજવાડાઓ, પુરોહિતો, સંતો અને મહાત્માઓ અને 1983 બાદ સમગ્ર ભારતમાંથી અયોધ્યાના લોકો તેમા જોડાવા લાગ્યા અને જે વિષયો માત્ર સીમિત હતા. અયોધ્યા સમગ્ર દેશ માટે સમ્માનનો વિષય બની ગયો છે.
પીએમ મોદી એરપોર્ટનું ઉદ્ધાટન કરશે
30મી ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. પીએમ મોદી આ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. જે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથ ગુરૂવારે અયોધ્યા પહોંચ્યા હતા અને રામજન્મભૂનિ પર નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિર અને ભગવાન રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે એરપોર્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ સીએમ નિર્માણ સંબંધિત માહિતી આપી હતી.