અયોધ્યામાં દલિત બાળકી સાથે દુષ્કર્મ આચારનાર આરોપી પર પોલીસની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટર બાદ ધરપકડ
Big Police
Action Against Rape Accused: અયોધ્યામાં માસુમ દલિત બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી
છે ઘટનાના થોડા જ કલાક બાદ આરોપી સલમાનની પોલીસે એન્કાઉન્ટરમાં ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની હકીકત એવી છે કે,
આરોપી સલમાન પોલીસ ટીમ પર ફાયરિંગ કરીને ભાગી રહ્યો હતો આ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી આલાપુર રોડ પર તારા ગામ
નજીક એન્કાઉન્ટર કરાયું તેમાં સલમાનના પગમાં ગોળી વાગી છે. ઘાયલ સલમાનને પોલીસ
ધરપકડ કરીને હોસ્પિટલ લઈ ગઈ છે.
જિલ્લાના મહારાજ ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આરોપી સલમાનને ચાર
વર્ષની દલિત બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ખૂનથી લથપથ બાળકીને ઘટના સ્થળ પર
છોડીને તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની સૂચના મળતા જ મહારાજ ગંજ પોલીસ ઘટના સ્થળ પર
પહોંચી અને બાળકીને મેડિકલ માટે મોકલાવી
હતી. આ મામલો બે સંપ્રદાયો સાથે જોડાયેલો
હોવાના કારણે ચાર પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટના સ્થળ પર તેહનાત કરી દેવામાં આવી છે.
ક્ષેત્રના અધિકારી સદર સંદીપ સિંહે જણાવ્યું કે, દલિત બાળકી સોમવાર સાંજથી ગુમ હતી જેને સલમાન નામનો વ્યક્તિત ટોફી વગેરે
ખવડાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ સલમાને તેની સાથે દુષ્કર્મમાં આચાર્યું
હતું. જ્યારે બાળકી ખૂનથી લથપથ થઈ તો તે તેને છોડીને ફરાર થઈ ગયો. ગ્રામજનોની
સુચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને
બાળકીને સારવાર માટે ખસેડી હતી.