શિંદે-અજિત સામે ભાજપ દબાણમાં? પ્રદેશ પ્રમુખના નિવેદનથી સંકેત, સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી!
Image Source: Twitter
Maharashtra Assembly Elections Seat Sharing Formula: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે હજું સુધી તારીખનું એલાન નથી થયું પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે. સીટ વહેંચણીને લઈને મહાયુતિમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગષ્ટ સુધીમાં મહાયુતિની વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ જશે. NCP અજિત પવાર જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે આ ફોર્મ્યૂલા હેઠળ કહ્યું કે, જે-જે બેઠકો પર જે-જે પાર્ટીઓના ધારાસભ્યો જીત્યા છે ત્યાં સિટિંગ ગેટિંગનો ફોર્મ્યૂલા નક્કી કરી લેવામાં આવ્યો છે. જ્યાં જે પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે ત્યાં તે પાર્ટીના ઉમેદવારો જ ચૂંટણી લડશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહી આ વાત
અજિત પવારના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, દરેક ધારાસભ્યને લાગે છે કે, તે અમે સિટિંગ છે, ભલે પછી તે ભાજપના હોય, શિંદેના હોય કે પછી અજિત પવારના હોય. આ ભાવનાને જોતા અમે ધારાસભ્યોની એ ભાવનાનું સમ્માન કરીએ છીએ. આ ભાવના પાક્કી છે. એક-બે સીટ આમ-તેમ થઈ શકે છે.
15 ઓગષ્ટ સુધીમાં નક્કી થઈ જશે
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, સિટિંગ-ગેટિંગ સબંધે આ ધારાસભ્યોની ભાવનાઓની વાત છે. ગઠબંધન અંગે ત્રણેય પાર્ટીના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે વાતચીત થઈ ચૂકી છે. અને સીટ વિતરણ અંગેનો સંપૂર્ણ નિર્ણય 15 ઓગસ્ટ સુધીમાં થઈ જશે. ધારાસભ્યોની એવી માનસિકતા છે કે જે બેઠક છે, જ્યાં બેઠક છે તે પાર્ટીને ત્યાં જ ચૂંટણી લડવી જોઈએ. તેમાં એક-બે બેઠકો આમ-તેમ થઈ શકે છે પરંતુ તમામ ધારાસભ્યો અને પાર્ટીની આ ભાવના છે. તેના પર અમલ કરવામાં આવી શકે છે.