Get The App

મહિલા પોલીસ કર્મીઓને મોટી ભેટ, આ રાજ્યમાં હવે 1 વર્ષનું માતૃત્વ અવકાશ, મુખ્યમંત્રીનું એલાન

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
મહિલા પોલીસ કર્મીઓને મોટી ભેટ, આ રાજ્યમાં હવે 1 વર્ષનું માતૃત્વ અવકાશ, મુખ્યમંત્રીનું એલાન 1 - image


Image: Facebook

M K Stalin Announcement for Women Police Officer: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શુક્રવારે કહ્યું કે રાજ્યદળમાં મહિલા પોલીસ કર્મચારીને એક વર્ષની મેટરનિટી લીવ આપવામાં આવશે અને કામ ફરીથી શરૂ કરવા પર તેમને પોતાના બાળકોના ઉછેર માટે ત્રણ વર્ષ સુધી પોતાના પસંદના સ્થળ પર તહેનાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2021માં સત્તા પર આવ્યા બાદ ડીએમકે સરકારે પોતાના કર્મચારીઓ માટે મેટરનિટી લીવનો સમયગાળો નવ મહિનાથી વધારીને એક વર્ષ કરી દીધો હતો. ચેન્નઈના રાજરથિનમ સ્ટેડિયમમાં હોશિયાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ, કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ અને તમિલનાડુના મુખ્યમંત્રી મેડલ આપવામાં આવ્યા.

મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહી આ વાત

આ દરમિયાન મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મહિલા પોલીસને એક વર્ષની મેટરનિટી લીવ આપવામાં આવશે અને કામ પર પરત ફર્યાં બાદ તેમને પોતાના બાળકોના ઉછેર માટે ત્રણ વર્ષ સુધી પોતાના પતિ કે માતા-પિતાના સ્થળે તહેનાત કરવામાં આવશે. રાજરથિનમ સ્ટેડિયમમાં હોશિયાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ, કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ અને તમિલનાડુના મુખ્યમંત્રી મેડલ આપવામાં આવ્યા.

પોલીસ વિભાગના કર્મચારીઓની વિનંતી પર આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સિવાય મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓથી ઉકેલ મેળવવા માટે મહિલા પોલીસની વ્યાવસાયિક કુશળતાને વધારવામાં આવશે જેથી તે સાઈબર ગુનાઓનો અસરકારક રીતે સામનો કરી શકે.

ગુનાઓને રોકવા માટે પોલીસ કામ કરે

તેમણે આગ્રહ કર્યો કે તમારું કર્તવ્ય અને જવાબદારી ખૂબ મોટી છે. તમારે લોકોની રક્ષા કરવી જોઈએ. પોતાના કર્તવ્યોનું સમર્પણની સાથે પાલન કરો અને ન માત્ર ગુનાઓને ઓછા કરવા માટે પરંતુ ગુનાઓને રોકવા માટે પણ કામ કરો. તમિલનાડુને ડ્રગ્સ અને ગુનાથી મુક્ત રાજ્યમાં બદલવું જોઈએ. કોઈ ઉલ્લંઘન થાય તો ગુનેગારોની ધરપકડ કરો. 


Google NewsGoogle News