મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, 150થી વધુ ઈજાગ્રસ્ત: કેરળમાં મોટી દુર્ઘટના
Kerala Firework Accident: કેરળમાં દિવાળી પહેલા એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કાસરગોડના એક મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં 8 લોકોની હાલત ગંભીર છે, તેમજ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
કેવી રીતે થયો અકસ્માત?
પ્રાથમિક તપાસ મુજબ અંજુતામ્બલમ વીરાર કાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમજ આ ઉત્સવમાં ઉજવણી માટે ફટકડા લાવવામાં આવ્યા હતા.
VIDEO | Kerala: Over 150 people were injured, including eight seriously, in a fireworks accident during a temple festival near Neeleswaram, #Kasargod, late on Monday. The injured have been taken to various hospitals in Kasargod, Kannur, and Mangaluru.#KeralaNews #Kerala… pic.twitter.com/jGcrSxi31i
— Press Trust of India (@PTI_News) October 29, 2024
આગ લાગતા 150 લોકો ઘાયલ
આ સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં રાત્રે 12.30 કલાકે અચાનક આગ લાગી હતી અને જોરદાર વિસ્ફોટ થયો હતો. થોડી જ વારમાં આગ ફેલાઈ ગઈ હતી. કાસરગોડ પોલીસે જણાવ્યું કે ઉત્સવમાં ફટાકડા અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન 8ની હાલત ગંભીર છેઅને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.