ભારે આર્થિક સંકટમાં ફસાયું આ રાજ્ય, મુખ્યમંત્રી અને મંત્રીઓને નહીં મળે બે મહિનાનું વેતન

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારે આર્થિક સંકટમાં ફસાયું આ રાજ્ય, મુખ્યમંત્રી અને મંત્રીઓને નહીં મળે બે મહિનાનું વેતન 1 - image
Image Twitter 

Big Decision of Himachal Government : આર્થિક સંકટ વચ્ચે હિમાચલ સરકારે મોટો નિર્ણય કર્યો છે  અને સીએમ સુખવિંદર સિંહ સુખ્ખુ સહિત તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય સંસદીય સચિવ પણ આગામી બે મહિના સુધી પગાર નહીં લે. રાજ્યની આર્થિક સ્થિતિને જોતા મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ નિર્ણય કર્યો છે. 

રાજ્યને વાર્ષિક 2500-3000 કરોડ રૂપિયાનું નુકસાન

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે, જૂન 2022 પછી GST વળતર બંધ થવાને કારણે રાજ્યને આવકમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાજ્યને વાર્ષિક 2500-3000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવામાં આવી રહ્યું છે. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાના કારણે રાજ્યની ઉધાર ક્ષમતામાં પણ લગભગ 2000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. વિવિધ પડકારો વિશે જણાવતા સીએમ સુખ્ખુએ કહ્યું કે, વર્તમાનમાં જે આર્થિક સંકટ ચાલી રહ્યું છે, તેમાથી બહાર નીકળવું સરળ નહીં હોય. 

આવતાં વર્ષે આ ગ્રાન્ટમાં 3,000 કરોડ રૂ.ના ઘટાડાની સંભાવના

મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખ્ખુએ કહ્યું કે, "અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી. વર્ષ 2023-24માં મહેસૂલ ખાધ ગ્રાન્ટ રુપિયા 8,058 કરોડ હતી. જે આ વર્ષે ઘટીને રુપિયા 6,258 કરોડ થઈ છે. એટલે કે, 1800 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. આવતાં વર્ષે આ ગ્રાન્ટમાં 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે, અને તેના કારણે તે ઘટીને માત્ર 3,257 કરોડ રૂપિયા પર આવી જશે." 

કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ ધનરાશિ મળી નથી: CM

સીએમ સુખ્ખુએ હિમાચલમાં આપત્તિ પછી જરૂરિયાતોના મૂલ્યાંકનનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે "તેના માટે રાજ્યને 9,042 કરોડ રૂપિયાની જરૂર છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ ધનરાશિ મળી નથી."



Google NewsGoogle News