કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : YouTubeને ટક્કર આપવા લોન્ચ કરશે નવું વીડિયો પોર્ટલ

- મંત્રાલય દ્વારા આ અઠવાડિયે 4 ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : YouTubeને ટક્કર આપવા લોન્ચ કરશે નવું વીડિયો પોર્ટલ 1 - image


નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર

સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સમય-સમય પર સરકાર અનેક નવી વેબસાઈટ અને પોર્ટલ લાવી રહી છે. હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે મંત્રાલય દ્વારા આ અઠવાડિયે 4 ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. તેના પર સરકાર દ્વારા તૈયાર થતાં વીડિયો અને માહિતી શેર કરવામાં આવશે.

જનતાને પણ સરકારની પોલિસી અંગે સ્પષ્ટતા મળશે

આ પહેલી વખત નથી જ્યારે સરકાર દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યું હોય. સાયબર ક્રાઈમ રોકવાથી લઈને માહિતી શેર કરવા સુધી સતત ભારત સરકાર દ્વારા નવા પગલા ભરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખી માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હવે વધુ એક પગલું ભરવામાં આવ્યું છે. તેના દ્વારા જનતાને પણ સરકારની પોલિસી અંગે સ્પષ્ટતા મળશે. આ પોર્ટલ પર Youtubeની જેમ જ વીડિયો અપલોડ કરવામાં આવશે અને કોઈ પણ યૂઝર આ પોર્ટલ પર જઈને જોઈ શકશે.

એક રીતે આ સરકારનું અખબાર જ હશે. આ ઉપરાંત આ એક એવું પોર્ટલ છે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વીકાર કરવામાં આવશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે. તેના લોન્ચિંગને લઈને ઘણી માહિતી સામે આવી ચૂકી છે. હવે તેને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા લાઈવ કરવામાં આવશે એટલે કે તેની સત્તાવાર જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે.

સરકારનું આ મોટું પ્લેટફોર્મ

નેશનલ વીડિયો ગેટવે ઓફ ભારત પર તમને તમામ પ્રકારના વીડિયો મળશે. સરકાર દ્વારા ક્રિએટ થતાં વીડિયોને તેના પર લાઈવ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સરકારનું આ મોટું પ્લેટફોર્મ છે. હાલમાં તેના પર લગભગ 2,500 વીડિયો છે જે સરકાર તરફથી માહિતી આપવાના હેતુથી ક્રિએટ કરવામાં આવ્યા છે. 



Google NewsGoogle News