Get The App

પર્વતો, માર્ગો અને ઘરોમાં તિરાડો, ઉત્તરાખંડના બાગેશ્વરમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઇ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Uttarakhand Land Sank



cracked in 200 homes at Uttarakhand: ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં 11 ગામોમાં જમીન ભયંકર સ્તરે ધસી રહી છે. કેટલાક ગામોમાં  માર્ગો, ખેતરો અને ઘરોમાં મોટી તિરાડો પડી ગઇ છે. કપકોટ અને કાંડા ગામમાં ભારે વરસાદ અને મોટા પાયે થઇ રહેલા ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધુ વણસી છે. આ સ્થિતિ ત્યાંના રહેવાસીઓમાં ભયની લાગણી ફેલાઇ છે અને 200થી વધુ પરિવારો સ્થળાંતરની માંગ કરી રહ્યા છે.

અસરગ્રસ્ત ગામોને સંવેદનશીલ જાહેર કરાયા

ઉત્તરાખંડ આપત્તિ વહિવટી તંત્રએ બાગેશ્વર જિલ્લાના અસરગ્રસ્ત 11 ગામોને સંવેદનશીલ જાહેર કર્યા છે. આ ગામોમાં કુલ 450 ઘરો ભયજનક સ્થિતિ હેઠળ છે, જેમાંથી કુંવારી અને સેરી ગામોમાં 131 પરિવારો ભૂસ્ખલન પ્રભાવિત છે. માર્ગો, ખેતરો અને ઘરોમાં મોટી તિરાડો પડી ગઇ છે અને ચિંતાજનક સ્તરે ભૂમિ ધસી રહી છે.

સ્થાનિકો સ્થળાંતરની માંગ કરી રહ્યા છે

કપકોટમાં ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. કુંવારી ગામમાં પણ સતત ભૂસ્ખલન થઇ રહ્યા છે, જેના કારણે ગ્રામીણ લોકો સ્થળાંતર કરવા માટે મદદની માંગ કરી રહ્યા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, '11 ગામોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. પ્રભાવિત પરિવારોને સ્થળાંતર કરાવવા માટે સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. સેરી ગામના 10 પરિવારોને અગાઉથી જ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સરકાર તરફથી મંજૂરી મળતા વધુ પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે.' 


Google NewsGoogle News