મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો, બાબા સિદ્દિકીનું રાજીનામું, 48 વર્ષ બાદ પાર્ટી છોડવાની કરી જાહેરાત
બાબા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી
Baba Siddique Resigns : લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી (Baba Siddique)એ આજે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે 'હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ બાદ પાર્ટી છોડી રહ્યો છું. મારી આ યાત્રા ખૂબ જ શાનદાર રહી.'
બાબા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે 'હું કિશોરાવસ્થામાં કોંગ્રેસ સાથે જોડાયો હતો અને છેલ્લા 48 વર્ષની આ સફર ઘણી મહત્વપૂર્ણ હતી. આજે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું. હું ઘણું બધું કહેવા માંગુ છું, પરંતુ જેમ કહેવામાં આવે છે કે, કેટલીક વસ્તુઓ ન કહેવાતી રહે તે વધુ સારી છે.
કોંગ્રેસને મોટો ફટકો
મિલિંદ દેવરા બાદ બાબા સિદ્દીકી પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસી નેતા બન્યા છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથમાં સામેલ થઈ શકે છે.