Get The App

બ્રિજભૂષણને જોરદાર ઝટકો, મહિલા રેસલર્સના જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટે રાહત ન આપી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
બ્રિજભૂષણને જોરદાર ઝટકો, મહિલા રેસલર્સના જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટે રાહત ન આપી 1 - image


Image: Facebook

Brij Bhushan Sharan Singh: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે બ્રિજભૂષણને પૂછ્યુ કે આરોપ નક્કી કરવાના આદેશની સાથે કાર્યવાહીને પડકાર આપવા માટે એક જ અરજી દાખલ કેમ કરવામાં આવી? હાઈકોર્ટે ઘણી મહિલા રેસલર્સ દ્વારા જાતીય સતામણીના મામલામાં તેમના વિરુદ્ધ નોંધાયેલી FIR અને આરોપ રદ કરવાની માગ વાળી દલીલો પર નોટ દાખલ કરવા માટે સમય આપ્યો.

કોર્ટે બ્રિજભૂષણને પૂછ્યો સવાલ

ભાજપ નેતા અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પ્રથમ દ્રષ્ટિએ વાંધો વ્યક્ત કર્યો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે બ્રિજભૂષણ સિંહની અરજી તેમના વિરુદ્ધ કેસ શરૂ થયા બાદ મામલાને સંપૂર્ણ રીતે રદ કરવાની એક પરોક્ષ અરજી પ્રતીત થાય છે. 

26 સપ્ટેમ્બરે થશે આગામી સુનાવણી

કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને પૂછ્યુ કે તેમણે પોતાના વિરુદ્ધ આરોપ નક્કી કરવાના આદેશની સાથે-સાથે કાર્યવાહીને પડકાર આપવા માટે એક જ અરજી કેમ દાખલ કરી છે. જોકે, કોર્ટે ભાજપ પૂર્વ સાંસદના વકીલને બે અઠવાડિયામાં એક સંક્ષિપ્ત નોટ તૈયાર કરવા માટે કહ્યું છે. મામલામાં આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે.

હાઈકોર્ટની બેન્ચ સુનાવણી કરી રહી છે

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની અધ્યક્ષતાવાળી બેન્ચ વર્તમાનમાં પૂર્વ ડબલ્યૂએફઆઈ અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં દિલ્હી પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાનો આદેશ આપવાની માગ કરવામાં આવી છે.

આ એફઆઈઆર છ મહિલા રેસલર્સની ફરિયાદો પર આધારિત છે, જેમણે તેમની પર જાતીય સતામણી અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસ સિંહની અરજીની સ્વીકાર્યતાને પડકાર આપી રહી છે.

આરોપ નક્કી કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને બ્રિજભૂષણે આપ્યો પડકાર

મહિલા રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના સંબંધમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને રદ કરવાની માગને લઈને ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો.

બ્રિજભૂષણની અરજી પર જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચ આજે એટલે કે ગુરુવારે સુનાવણી કરશે. બ્રિજભૂષણ પર આરોપ નક્કી કરતાં ટ્રાયલ કોર્ટે માન્યુ હતું કે તેમના વિરુદ્ધ આરોપ નક્કી કરવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી છે. બ્રિજભૂષણે મામલા સાથે જોડાયેલી FIR રદ કરવાનો આદેશ આપવાની માગ કરી. પાંચ મહિલા રેસવર્સે જાતીય સતામણીના આરોપની સાથે જ તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.


Google NewsGoogle News