મણિપુરમાં ડ્રોનથી ભયાનક વિસ્ફોટ, પશ્ચિમ ઈમ્ફાલમાં અફરાતફરી, પોલીસની ટુકડી દોડાવાઈ
Representative Image |
Blast In Manipur : મણિપુરમાં દિવાળીના એક દિવસ પહેલા ભયાનક વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પશ્ચિમ ઈમ્ફાલનું ગામ હચમચી ગયું. મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાથી બે સમુદાય વચ્ચે હિંસા થઈ રહી છે, ત્યારે આ વિસ્ફોટ થવા પાછળ પણ તેમનું જોડાણ હોવાનું જણાઈ આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની ટુકડી દોડતી થઈ.
પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લામાં વિસ્ફોટ
બુધવારે સાંજે પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના એક ગામમાં વિસ્ફોટ થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના લામશાંગ પોલીસ સ્ટેશન હેઠળના કડાંગબંદ ભાગ-2 ગામમાં ઓકરામ હરિદાસ નામના વ્યક્તિના ઘર પાસે બની હતી.
વિસ્ફોટ ડ્રોન દ્વારા થયો...
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, વિસ્ફોટ ડ્રોન દ્વારા થયો હતો, પરંતુ હજુ સુધી આની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો : Watch : અયોધ્યામાં લેસર-લાઈટ શોના અદભુત ફોટો-વીડિયો આવ્યા સામે, જોઈને ગદગદિત થઈ જશો
અગાઉ પણ અનેક થયા છે હુમલા
કાંગપોકપી જિલ્લાની તળેટીની નજીક સ્થિત કડાંગબંદ, ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં જાતીય સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારથી આવા અનેક હુમલાઓ થયા છે. આ ગામ કૌત્રુકથી થોડે દૂર છે, જ્યાં 1 સપ્ટેમ્બરે પહેલીવાર ડ્રોન બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.