Budget 2025: સસ્તાં થશે ઇલેક્ટ્રિક વાહનો! બજેટમાં લિથિયમ બેટરી અને નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને લઈને મોટી જાહેરાત
Union Budget 2025: આજે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ઇનિંગનું પ્રથમ સંપૂર્ણ બજેટ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વખતે બજેટમાં ખેડૂતો, મહિલાઓ, શિક્ષણ, મેડિકલ, MSME અને સ્ટાર્ટ-અપ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયર્ન બેટરી મેન્યુફેક્ચરિંગમાં મળનારા છૂટ પણ સામેલ છે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનો સસ્તાં થવાની આશા છે.
બજેટ ભાષણ દરમિયાન કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 'કોબાલ્ટ પાઉડર અને કચરો, લિથિયમ આયર્ન બેટરીના સ્ક્રેપ, સીસું, જસત અને 12 અન્ય મહત્ત્વપૂર્ણ ખનીજોને છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો માટે લિથિયમ-આયર્ન બેટરી નિર્માણ હેતુ 35 વધારાની વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી રાહત આપવામાં આવશે.
નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને મજબૂતી
આ વખતના બજેટમાં ખેડૂતો, મહિલાઓ, શિક્ષણ, મેડિકલ, MSME અને સ્ટાર્ટ-અપ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે પણ જાહેરાત કરવામાં આવી છે. સરકારની મેક ઇન ઇન્ડિયા યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે નાણાંમંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને વધુ મજબૂત કરવામાં આવશે, જેનો લાભ ઑટો સેક્ટરને પણ મળશે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી. આ દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું કે 'અમારી સરકાર એક નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનનું સેટઅપ કરશે. જે મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોને કવર કરશે. આ મિશન કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો બંને માટે પોલિસી સપોર્ટ, એક્ઝિક્યુશન રોડમેપ સાથે ગર્વનન્સ અને મોનિટરિંગનું ફ્રેમવર્ક પૂરું પાડશે.
તેમણે કહ્યું કે 'આ મિશન પર્યાવરણને સારું બનાવવા માટે ક્લાઇમેટ ફ્રેન્ડલી ડૅવલોપમેન્ટ સાથે-સાથે ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગમાં પણ સુધારો કરવામાં આવશે. આ સ્કીમનો ટાર્ગેટ ડોમેસ્ટિક વેલ્યુ એડિશનમાં સુધારો કરવાનો છે. જેના અંતગર્ત સોલાર પીવી સેલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી, મોટર, કંટ્રોલર, ઇલેક્ટ્રોલાઇસર્સ, વિંડ ટર્બાઇન, હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન અને ગ્રિડ સ્કેલ બેટરીના મેન્યુફેક્ચરિંગને મદદ પૂરું પાડવાનો છે.'
સ્ટાર્ટ-અપ માટે 20 કરોડની લોન
આ વખતે બજેટમાં સ્ટાર્ટ-અપને પણ એક મોટી ભેટ મળી છે. નાણાંમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે 'સ્ટાર્ટઅપ આ માટે લોન એમાઉન્ટની સીમાને વધારીને હવે 20 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. જે અત્યાર સુધી 10 કરોડ સુધી સીમિત હતી. આ સપોર્ટ સ્ટાર્ટ-અપ સેક્ટરના 27 અલગ-અલગ એરિયામાં આપવામાં આવશે.'તેનો મોટો લાભગ દેશના ઑટો સેક્ટરમાં પણ જોવા મળશે. થોડા વર્ષોમાં દેશમાં ઘણા નવા સ્ટાર્ટ-અપે એન્ટ્રી કરી છે જે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલા છે.