Get The App

મથુરાના પ્રેમ મંદિરવાળા કૃપાલુ મહારાજની 3 દિકરીઓને નડ્યો ગંભીર અકસ્માત, એકનું મોત

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
મથુરાના પ્રેમ મંદિરવાળા કૃપાલુ મહારાજની 3 દિકરીઓને નડ્યો ગંભીર અકસ્માત, એકનું મોત 1 - image


Big Accident in Yamuna Expressway : પ્રતાપગઢના કુંડાના ભક્તિધામ માનગઢ અને મથુરાના પ્રેમ મંદિરના સંસ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓ સાથે મોટી દુર્ઘટના થઈ છે. દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે યમુના એક્સપ્રેસ વે પર તેમની કારને ઓવરટેક દરમિયાન એક ટેન્કરે પલટી ખાઈ ગયું હતું. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલી જગદગુરુની મોટી પુત્રી વિશાખા ત્રિપાઠીનું મોત થયું હતું. જ્યારે અન્ય બંને પુત્રીઓ ક્રિષ્ના અને શ્યામાને ભારે ઈજા પહોંચી છે. આ સિવાય અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. તમામને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : ગૂગલ મેપે બતાવ્યો અડધા બનેલા પુલનો રસ્તો, કાર નીચે ખાબકતાં ત્રણના મોત, યુપીની ઘટના

આ દુર્ઘટનાની જાણ કુંડાના માનગઢ આશ્રમમાં થતાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને તે પછી માનગઢમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. વિશાખાના પાર્થિવ દેહને આજે સાંજે 4 વાગ્યે વૃંદાવનના પ્રેમ મંદિર પર લાવવામાં આવશે. આ પછી તેને અનુયાયીઓ જોવા માટે રાખવામાં આવશે. સોમવારે યમુના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અકસ્માતમાં કૃપાલુ મહારાજનું પણ મૃત્યુ થયું હતું.

પાછળથી આવી રહેલા ટેન્કરે ગાડીની ઓવરટેક કરતાં સર્જાયો અકસ્માત 

કુંડાના ભક્તિધામ માનગઢના સ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓ, 72 વર્ષીય ડૉ. વિશાખા ત્રિપાઠી, ભક્તિધામ કૃપાલુ પરિષદના પ્રમુખ, 68 વર્ષીય ડૉ. કૃષ્ણા ત્રિપાઠી અને 66 વર્ષીય ડૉ. શ્યામા ત્રિપાઠી શનિવારે રાત્રે બે ગાડીમાં દિલ્હી જઈ રહ્યા હતા. વિશાખા સાથે વૃંદાવનના વ્યવસ્થાપક સંજય અને મહિલા સેવક હતા. જેમાં વ્યવસ્થાપક સંજય જ ગાડી ચલાવી રહ્યા હતા. જ્યારે પાછળની  ગાડીમાં ક્રિષ્ના અને શ્યામા હતા. આ ગાડી સેવાદાર દીપક ચલાવી રહ્યા હતા. આગ્રાથી આગળ યમુના એક્સપ્રેસ વે પર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 3:00 વાગ્યે પાછળથી આવી રહેલા ટેન્કરે બંને વાહનોને ઓવરટેક કર્યું અને અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને આગળની ગાડી પર પલટી ગયું. દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય એક  વાહને તેને ટક્કર મારી હતી.

આ પણ વાંચો : VIDEO : હેમંત સોરેને રજૂ કર્યો સરકાર રચવાનો દાવો, 28એ ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે

કૃપાલુ મહારાજની પુત્રીઓ સાથે અકસ્માત

દુર્ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે આવી પહોંચ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બંને વાહનોમાંથી બધાને બહાર કાઢ્યા અને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં વિશાખા ત્રિપાઠીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતા જ માનગઢના ભક્તિધામમાં શોકનો માહોલ છવાયો હતો. માનગઢમાં 3 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. ડો.વિશાખાના અંતિમ સંસ્કાર વૃંદાવનમાં કરવામાં આવશે.


Google NewsGoogle News