સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Updated: May 28th, 2024


Google NewsGoogle News
સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો 1 - image
Image Twitter 

Swati Maliwal case Update: સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અને તેની પાંચ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે દલીલ કરતાં કહ્યું હતું કે, વિભવે વીડિયો પણ બનાવ્યો હતો અને તે ફોન ફોર્મેટ પણ કરી દીધો હતો. દિલ્હી પોલીસના વકીલે કહ્યું કે, વિભવની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને તે પછી 1 જૂન સુધી જરુરિયાત મુજબ ગમે ત્યારે તેની પોલીસ કસ્ટડીની માંગ કરી શકે છે.

વિભવના વકીલે કહ્યું કે, કોર્ટ સમક્ષ કેસ ડાયરી મુકવાની માંગ કરી હતી. કોર્ટે કેસ ડાયરી જોવી જોઈએ કે શું તે બરોબર છે કે નહીં અને તેને જોયા પછી જ મેજિસ્ટ્રેટે તેના પર સહી કરવી જોઈએ. તેના જવાબમાં  સરકારી વકીલે કહ્યું કે, અમારે છુપાવવા જેવું કંઈ નથી. બધા પેજ પહેલાથી જ ક્રમબધ્ધ છે.

સરકારી વકીલે ઉઠાવ્યો સવાલ 

સરકારી વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે, આ કેસમાં આ કોર્ટ (મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ) પણ જામીન અરજી સુનવણી કરી યોગ્ય આદેશો આપવામાં સમર્થ હતા, પરંતુ તેણે (વિભવ) જામીન માટે ASJ કોર્ટનો સંપર્ક કર્યો હતો. શું વિભવનો કિસ્સો બીજા કરતા અલગ છે? સરકારી વકીલે આ સવાલ ઉઠાવ્યો હતો કે આરોપીના વકીલ કેસ ડાયરી જોયા બાદ જજને સહી કરવાની સૂચના કેવી રીતે આપી શકે.

વિભવના વકીલે કસ્ટડીની માંગણીનો વિરોધ કર્યો હતો

વિભવના વકીલે દિલ્હી પોલીસની પાંચ દિવસની કસ્ટડીની માંગણીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, અમારે વિભવનો બીજો ફોન ટ્રેસ કરવાનો છે. તેણે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો કે નહીં તે વિશે જાણવાનું બાકી છે. વિભવના વકીલે કહ્યું કે, તેમને ખબર નથી કે તપાસ કોની સાથે કરવાની છે, એ પણ ખબર નથી.

દિલ્હી પોલીસે વિભવ કુમારને ટોર્ચર કરવાના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ આરોપ ખોટા છે. જ્યારે પહેલીવાર કસ્ટડી પછી જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે કોર્ટે આ સવાલ પૂછ્યો હતો અને પરિવારના સભ્યોને મળવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. 

સ્વાતિ માલીવાલ સીએમ આવાસ કેમ ગયા?

આરોપીના વકીલે કહ્યું કે, હજુ સુધી એ વાતની કોઈ તપાસ થઈ નથી કે સ્વાતિ માલીવાલ ત્યાં (CM આવાસ) શા માટે ગઈ હતી? વિભવની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. અસીલ ન્યાયિક કસ્ટડીમાં હોય કે પોલીસ કસ્ટડીમાં હોય, તે પુરાવાથી દૂર રહેશે. તો પછી પોલીસ કસ્ટડીની શું જરૂર છે? સ્વાતિ માલીવાલને જે ઈજા થઈ છે તેનો ઉલ્લેખ તા.16ના મેડિકલ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને ઈજા વિભવે પહોંચાડી હતી કે પહેલાથી જ હતી તે અંગે કોઈ તપાસ થઈ નથી.

વિભવ કુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા

કોર્ટના આદેશ બાદ વિભવ કુમારને 24 મેના રોજ ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં હતો. દિલ્હીના સીએમ કેજરીવાલના પીએમ વિભવ કુમારને અગાઉ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સ્વાતિ માલીવાલના દાવા પ્રમાણે વિભવ કુમારે 13 મેના રોજ તેના પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. જો કે વિભવે આ આરોપોને નકારી કાઢ્યા હતા. 

પોલીસે ગુનો નોંધી વિભવની ધરપકડ કરી હતી. વિભવ કુમારને ગયા અઠવાડિયે મોબાઈલ ડેટા રિકવરી માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે ધરપકડ પહેલાં કથિત રીતે તેનો મોબાઈલ ફોર્મેટ કર્યું હતું. પોલીસને શંકા છે કે, વિભવ કુમારે મોબાઈલ ડેટા કોઈને ટ્રાન્સફર કર્યા બાદ ફોન ફોર્મેટ કર્યો હશે. જોકે, પોલીસે વિભવકુમારનો મોબાઈલ, લેપટોપ અને કેજરીવાલના ઘરના સીસીટીવી ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.


Google NewsGoogle News