પરિવાર સાથે ફ્રીમાં ફરી આવો ભૂતાન, ઉપરથી પૈસા પણ કમાશો, તેના માટે કરવો પડશે આ જુગાડ
ભૂતાનની સંસ્કૃતિ અને સુંદરતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષે છે
ભારતીયોને ભૂતાનથી ટેક્સ ફ્રી સોનુ ખરીદવાની છુટ છે
Image Social Media |
તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર
આપણો પાડોશી દેશ ભૂતાન એક એવો દેશ છે જે એકમાત્ર ઝીરો કાર્બન દેશ છે. ત્યાની સંસ્કૃતિ અને સુંદરતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષે છે. આ દેશમાં જવા માટે કોઈ વિઝા કે પાસપોર્ટની જરૂર નથી. એટલે કે ભારતીયો માટે અહીં જવું વધુ સરળ છે. આજે તમને એક એવો જુગાડ બતાવીએ છીએ કે જેમા તમારે પૈસાની જરૂર નહીં પડે. આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ આ વાત સાચી છે કે તમે તમારા આખા પરિવારને ભૂતાનનો પ્રવાસ કરી શકો છો અને તે પણ મફતમાં હશે.
આમ તો ભૂતાન જવા માટે ઘણા રસ્તા છે, અને પરિવાર સાથે 7 દિવસનો પ્લાન કરી શકો છો. જેમા તમે જો દિલ્હીથી બાગડોગરા એરપોર્ટની ફ્લાઈટ પકડો છો, તો એક વ્યક્તિનું આશરે 5000 રુપિયા ભાડુ થાય, જો ચાર વ્યક્તિઓ જાઓ તો 20 હજાર ભાડુ થાય. બાગડોગરાથી ભૂતાન માટે પ્રાઈવેટ ટેક્સીનું ભાડુ આશરે 9000 રુપિયા આવી શકે છે.
બાગડોગરા એરપોર્ટથી આશરે 9 કિલોમીટર દુર સિલીગુડી બસ ટર્મિનલ આવેલુ છે. ત્યાથી ફુનસોલિંગ જવા માટે બસ ચાલે છે. બન્ને શહેરો વચ્ચેનું અંતર લગભગ 480 કિલોમીટર છે અને 5થી 6 કલાકનો રસ્તો છે. અને તેનુ ભાડુ વ્યક્તિ દીઠ આશરે 250 રુપિયા છે. હોટલનું ભાડુ ભૂતાનની રાજધાની થિમ્પુમાં 4થી 5 હજાર છે અન્ય શહેરોમાં તો તેના કરતા ઓછા ભાવ છે.
આખા ટુરનો કેટલો ખર્ય થાય
જો 4 લોકોનો પરિવાર પ્રવાસ કરે તો આવવા -જવાનો ખર્ચ આશરે 40 હજાર રુપિયા થાય. સિલીગુડીથી ફુનસોલિંગ આવવા- જવાનો ખર્ચ આશરે 2000 રુપિયા, હોટલનો ખર્ચ આશરે 20-28 હજાર 7 દિવસ માટે થાય. તેમજ ખાવા-પીવા માટેનો ખર્ચ આશરે 30 હજાર રુપિયા થશે. આ રીતે આખા ટુરનો ખર્ચ આશરે 1 લાખ રુપિયા જેવો થશે.
હવે પૈસા પરત મેળવવાનો જુગાડ
આજે અમે તમારી માટે જોરદાર ટ્રીક બતાવવાના છીએ જેમા તમે ફ્રીમા આખો પરિવાર ભૂતાન ફરી આવશો. હકીકતમાં તમે ભૂતાન જઈ રહ્યા હોવ તો ત્યા સોનું ટેક્સ ફ્રી છે. આજે 24 ડિસેમ્બર 2024ના રોજ ભૂતાનમાં 24 કેરેટ સોનાનો ભાવ 45,728 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ભારત (દિલ્હી)માં 24 કેરેટ સોનાનો ભાવ 64,560 રુપિયા છે. આ રીતે પ્રતિ 10 ગ્રામમાં આશરે 19,000 રુપિયાની બચત થાય છે.
તમે કેટલુ સોનુ ખરીદી શકો છો
ભારતીયોને ભૂતાનથી ટેક્સ ફ્રી સોનુ ખરીદવાની છુટ છે. એક પુરુષ પોતાની સાથે 20 ગ્રામ અને મહિલા 40 ગ્રામ સોનુ ભૂતાનથી લાવી શકે છે. જો પતિ-પત્નિ ભૂતાનથી 60 ગ્રામ સોનુ ખરીદીને લાવે છે તો ભારતમાં તેની ગણતરી કરીએ તો 1.14 હજાર બચાવી શકે છે. એટલે કે તમારો પ્રવાસ બિલકુલ ફ્રી અને ઉપરથી રુપિયાની બચત થશે.