Get The App

ભારતનો દબદબો વધ્યો, UNSCમાં કાયમી સભ્યપદની દાવેદારી માટે વધુ એક દેશનું મળ્યું સમર્થન

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ભારતનો દબદબો વધ્યો, UNSCમાં કાયમી સભ્યપદની દાવેદારી માટે વધુ એક દેશનું મળ્યું સમર્થન 1 - image


UNSC Permanent Membership: ભૂટાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદનું ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ ભારતને UNSCના કાયમી સભ્યપદ માટે પ્રબળ દાવેદાર ગણાવતા વિશ્વ મંચ પર એવી વાતો કહી, જેનાથી તમે પણ ગદગદ થઈ જશો. પીએમ શેરિંગ તોબગેએ કહ્યું કે, 'ભારત મહત્વપૂર્ણ આર્થિક પ્રગતિ કરી રહ્યું છે. તે 'ગ્લોબલ સાઉથ'નું પણ નેતૃત્વ કરે છે. તેથી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા માટે હકદાર છે.'

સુરક્ષા પરિષદનું વર્તમાન સ્વરૂપ ભૂતકાળની નિશાની

તોબગેએ ભૂટાનના અલ્પ વિકસિત દેશો (એલડીસી) ની શ્રેણીમાંથી બહાર કાઢવા માટે ભારત તરફથી મળેલા 'સમર્થન અને મિત્રતા' માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તોબગેએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કરતા કહ્યું કે, 'સંયુક્ત રાષ્ટ્રને આજના વિશ્વની વાસ્તવિકતાઓને અનુરૂપ બનાવવું જોઈએ. સુરક્ષા પરિષદનું વર્તમાન સ્વરૂપ ભૂતકાળની નિશાની છે. અમને એક એવા પરિષદની જરૂર છે જેમાં વર્તમાન ભૌગોલિક રાજકીય, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત થતી હોય.' તેમણે કહ્યું કે ભૂટાન લાંબા સમયથી 15 દેશોની સુરક્ષા પરિષદમાં સુધારો કરવાની હિમાયત કરતું આવ્યું છે જેથી તેને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ અને અસરકારક બનાવી શકાય.

ભારત મહત્વપૂર્ણ આર્થિક શક્તિ

પીએમ તોબગેએ કહ્યું કે, અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કરીએ છીએ. ભારત મહત્વપૂર્ણ આર્થિક પ્રગતિ, વસ્તી અને ગ્લોબલ સાઉથમાં નેતૃત્વના કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાનું હકદાર છે. તોબગેએ જાપાનને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનાવવાનું સમર્થન કર્યું છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સહિત સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય દેશોએ પુનઃરચિત સુરક્ષા પરિષદમાં ભારતને પણ સ્થાન આપવાનું સ્પષ્ટ સમર્થન કર્યું છે.


Google NewsGoogle News