Get The App

VIDEO: મહાકુંભમાં પધાર્યા ભુતાનના રાજા, પ્રયાગરાજના સંગમમાં યોગી સાથે લગાવી ડૂબકી

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
VIDEO: મહાકુંભમાં પધાર્યા ભુતાનના રાજા, પ્રયાગરાજના સંગમમાં યોગી સાથે લગાવી ડૂબકી 1 - image


Bhutan King In Mahakumbh: ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મંગળવારે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા છે. તેઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતાં. મુખ્યમંત્રી યોગીએ ખુદ ભુતાન કિંગ સાથે ડૂબકી લગાવતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં મુખ્યમંત્રી યોગી સાથે ભુતાન કિંગ પણ સંપૂર્ણ રીતે ભગવા રંગમાં જોવા મળી રહ્યાં છે. 

VIDEO: મહાકુંભમાં પધાર્યા ભુતાનના રાજા, પ્રયાગરાજના સંગમમાં યોગી સાથે લગાવી ડૂબકી 2 - image


યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

યોગી આદિત્યનાથે પ્રયાગરાજને તીર્થસ્થળોનો રાજા જણાવતો એક સંસ્કૃત શ્લોક પણ સાથે લખ્યો છે. મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, 'મહાકુંભ-2025, પ્રયાગરાજમાં આજે ભુતાનના મહામહિમ નરેશ જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પવિત્ર ત્રિવેણી સંગમમાં પાવન સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું'.

આ પણ વાંચોઃ 'પાંચ-પાંચ દાયકા સુધી માત્ર ગરીબી હટાવોના નારા સાંભળ્યા, અમે ખોટા નારા નથી આપ્યા', લોકસભામાં PM મોદીનું સંબોધન

ભુતાન કિંગે મા ગંગાની પૂજા-અર્ચના કરી અને અક્ષય વટ અને સૂતા હનુમાનજીના દર્શન અને પૂજન પણ કર્યું. ત્યારબાદ તેઓએ પ્રયાગરાજમાં 'ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર'નું ભ્રમણ કરી મહાકુંભના દિવ્ય-ભવ્ય અને ડિજિટલ સ્વરૂપનું અવલોકન કર્યું. 

આ પણ વાંચોઃ Fact Check: હરિયાણા બાદ રાજસ્થાન સરકારમાં આંતરિક ડખા? જાણો વાયરલ વીડિયોનું સત્ય

રાજભવનમાં રાત્રી ભોજ

ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા. ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગી આદિત્યનાથે વાંગચુકનું સ્વાગત કર્યું. અહીં કલાકારોએ ભુતાન નરેશ માટે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરી. લખનૌ સ્થિત રાજભવનમાં ભુતાનના રાજાના સન્માનમાં એક રાત્રી ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં ભુતાનના પ્રતિનિધિમંડળ, ભારત સરકાર અને યુપી સરકારના પ્રમુખ અધિકારીઓ અને વિશેષ અતિથિઓએ ભાગ લીધો. 



Google NewsGoogle News