મહાદેવ બેટિંગ એપ કૌભાંડ: ઈડીની ચાર્જશીટમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ, કહ્યું-'રાજકીય ષડયંત્ર'

મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ કૌભાંડ: ઈડીની ચાર્જશીટમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ, કહ્યું-'રાજકીય ષડયંત્ર' 1 - image


Mahadev App Case: મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું છે. આ કેસમાં રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવતા ભૂપેશ બઘેલે આરોપ છે કે, ઈડી આરોપીએ પર દબાણ બનાવીને તેમના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ નિવેદનો મેળવી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ‘X’ પર લખ્યું કે, “ઈડી જે રીતે તેની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મારું નામ લખ્યું છે, જે સંપૂર્ણપણે રાજકીય ષડયંત્રનો ભાગ છે. ઈડી તેના રાજકીય આકાઓના ઈશારે કાવતરું રચીને લોકોની ધરપકડ કરી રહી છે અને મારા અને મારા સહયોગીઓ વિરુદ્ધ નિવેદનો આપવા માટે તેમના પર દબાણ કરે છે. આ નિવેદનોમાં પૈસાની લેવડ-દેવડના આરોપોનો કોઈ આધાર નથી.” 


ઈડીના ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ કેવી રીતે આવ્યું?

પહેલી જાન્યુઆરી 2024માં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં ભૂપેશ બઘેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઈડીની ચાર્જશીટમાં મહેદેવ એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. મહાદેવ એપના પ્રમોટર અને આરોપી સુભમ સોનીએ તપાસ દરમિયાન ઘણાં ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં ભૂપેશ બઘેલ અને સુભમ સોની ઉપરાંત અનિલ કુમાર અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ યાદવ અને અસીમ દાસના નામ સામેલ છે. પીએમએલએ હેઠળ ચાલી રહેલી તપાસમાં રાયપુર સ્થિત વિશેષ અદાલતમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઈડી અનુસાર, અસીમ દાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, મહાદેવ બેટિંગ એપમાં મહત્વના પાત્ર સુભમ સોનીએ તેને ભૂપેશ બઘેલને પૈસા આપવા કહ્યું હતું.


Google NewsGoogle News