ઓડિશાના કટકમાં મોટી દુર્ઘટના, લોખંડનો એન્ટ્રી ગેટ તૂટી પડતાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Iron Gate Collapsed In Odisha: ઓડિશાના કટકમાં મોટી દુર્ઘટના સર્જાય છે. લોક નાટ્ય શોના સ્થળે એક વિશાળ ગેટ તૂટી પડ્યો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના શનિવારે (14મી ડિસેમ્બર) રાત્રે સાલેપુર વિસ્તારના રાયસુનગુડા ખાતે બની હતી, જ્યારે લોકો લોખંડના સ્ટ્રક્ચર પરથી પસાર થઈ રહ્યા હતા.
પોલીસના જણાવ્યાનુસાર, ઈજાગ્રસ્ત લોકોને સાલેપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ લોકોને કટકની એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં 500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ, મુંબઈથી આવતા 3 યુવાન ઝડપાયા
અહેવાલો અનુસાર, રાજા રાની જાત્રાની ટીમ શુક્રવારથી રાયસુનગુડામાં પ્રદર્શન કરી રહી હતી, શોના બીજા દિવસે શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે દર્શકો મોટી સંખ્યામાં હતા.