Get The App

એક ઝાટકે 14 ધારાસભ્યો કરશે પક્ષપલટો! ભાજપમાં ભાગમભાગના અણસાર, દિગ્ગજ નેતાઓ દોડ્યા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
BJD News


BJD In Orissa: ઓરિસ્સામાં બીજેડી ટૂંકસમયમાં ફરી પાછી પોતાની સરકાર બનાવવા જઈ રહી હોવાની અટકળો વહેતી થઈ છે. જેની પાછળનું કારણ ચૂંટણી પહેલા બીજેડી છોડી ભાજપમાં જોડાયેલા 22 નેતાઓ છે. જેઓ હાલ ધારાસભ્ય છે. તેમાંથી 14 ધારાસભ્ય ફરી પાછા બીજેડીમાં જોડાઈ તેવી સંભાવના છે. તેઓ બીજેડીમાં ફરી પાછા જોડાવા માગતા હોવાના અહેવાલોએ બીજેડીની સત્તાનો માર્ગ મોકળો બનશે.

બીજેડીના રાજ્યસભા સાંસદ મુન્ના ખાને બીજેડીના જનસંપર્ક પદયાત્રામાં કાર્યકરોને સંબોધિત કરતાં આ અંગે જણાવ્યુ હતું કે, હજી પણ 90 ટકા પ્રખંડ અને જિલ્લા પરિષદ બીજેડીની પાસે છે. જો હાલ ચૂંટણી યોજાય તો અમે 100 બેઠકો જીતીશું.

ભાજપે આપ્યો જવાબ

ઓરિસ્સામાં સત્તાધારી પક્ષ ભાજપે બીજેડીના સાંસદના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, 14 ધારાસભ્યો ભાજપમાંથી છૂટા થાય તો પણ 2/3 બહુમતી પણ બીજેડીના પક્ષમાં નથી. જે લોકો આવી વાતો કરી રહ્યા છે, તેઓને ગણિત આવડતુ જ નથી. પક્ષ પલટા માટે ઓછામાં ઓછી 2/3 બહુમતી જરૂરી હોવાનુ નિવેદન ભાજપના ધારાસભ્ય જયનારાયણ મિશ્રે આપ્યું હતું.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં માતાના ઉત્સવમાં મોટી દુર્ઘટના, પહાડ પર ઉમટી ભીડ, લપસી જતાં અનેક શ્રદ્ધાળુ ઘાયલ

2029 બાદ બીજેડી વર્ચસ્વ ગુમાવશે

જયનારાયણે વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે, 2029 સુધી બીજેડી પોતાનું વર્ચસ્વ પણ ગુમાવશે. તેને બચાવવા તેણે આકરો પ્રયાસ કરવો પડી શકે છે. તેના પ્રત્યેક નેતા પોતાના ભાવિ માટે ચિંતિંત છે. બીજેડીમાં નેતૃત્વનું સંકટ છે.

ઓરિસ્સામાં ભાજપની સત્તા

ઓરિસ્સામાં છેલ્લા 15થી વધુ વર્ષથી સત્તામાં રહેલી બીજેડીએ આ વખતે આકરી હારનો સામનો કરવો પડ્યો છે. ઓરિસ્સાની કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી સરકાર બનાવવા 74 બેઠકો મળવી જરૂરી છે. ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. જ્યારે બીજેડી પાસે 51 અને કોંગ્રેસ પાસે 14 ધારાસભ્ય છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 1 અને 3 અપક્ષના ધારાસભ્ય છે.


એક ઝાટકે 14 ધારાસભ્યો કરશે પક્ષપલટો! ભાજપમાં ભાગમભાગના અણસાર, દિગ્ગજ નેતાઓ દોડ્યા 2 - image


Google NewsGoogle News