વર્ષોથી લોકો પથ્થરને કુળદેવતા માનીને પૂજતા હતા, તે નિકળ્યું ડાયનોસોરનું ઈંડુ, આ રીતે સામે આવી સાચી હકીકત
લોકો ભિલ્લડ બાબાના નામે આપવા લાગ્યા હતા બલી
લોકોને લગભગ 17 વર્ષ પહેલા ડાયનાસોરના ઈંડા સાથે 256 અવશેષો મળ્યા હતા
Image Twitter |
તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર
મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે ધાર જીલ્લાના પાડલ્યા ગામમાં ખોદકામ દરમ્યાન લોકોને એક ગોળાકાર પથ્થર મળ્યો હતો. ગામ લોકો તેને અલગ અલગ નામથી પુજવા લાગ્યા હતા. આટલુ જ નહીં પાડલ્યામાં ભિલ્લડ બાબાનું મંદિર બનાવ્યું હતું અને લોકો શ્રદ્ધા પુર્વક ત્યા ફુલહાર ચડાવતા હતા, નારિયેળ વધેરતા હતા અને ચાંદલા કરી પૂજા કરતાં હતા. પરંતુ નિષ્ણાતોને આ વાતની ખબર પડી તો ત્યા જઈને તપાસ કરી હતી.
લોકો ભિલ્લડ બાબાના નામે આપવા લાગ્યા હતા બલી
અહી લોકો એટલી અંધશ્રદ્ધામાં આવી ગયા હતા કે, ત્યા ભિલ્લડ બાબાના નામે મરઘી અને બકરાની બલિ પણ આપવા લાગ્યાં. પટેલપુરામાં આ પથ્થરને લોકો ગૌવંશના રક્ષક તરીકે પૂજવા લાગ્યા હતા. પાડલ્યા સિવાય આજુ બાજુના ગામો ઘોડા, તકરી, ઝાબા, અખાડાનો લોકો પણ તેની પૂજા કરવા લાગ્યા.
આ રીતે સાચી હકીકત બહાર આવી
આ વિશેની જાણકારી નિષ્ણાતોને મળી હતી તેઓ અહીં આવ્યાં ત્યારે ખબર પડી કે, અહીના લોકોને લગભગ 17 વર્ષ પહેલા ડાયનાસોરના ઈંડા સાથે 256 અવશેષો મળ્યા હતા. પાડલ્યા ગાંમમાં ડાયનાસોરના ફાસિલ્ય અવષેશોનું પાર્ક બનાવવામાં આવ્યું છે. લોકો આ ડાયનાસોરના ટાઈટેનો- સૌરાન પ્રજાતિના અવશેષોની પૂજા કરે છે. ત્યાર બાદ નિષ્ણાતોએ સ્થળ પર જઈને તપાસ કરી અને તે પછી લોકોને તેની સાચી હકીકત વિશે સમજાવી જાગૃત કર્યા હતા. તેમણે કહ્યું કે, અસલમાં આ ડાયનાસોરના ઈંડા છે. તેમજ ધારને યુનેસ્કો દ્વારા ગ્લોબલ જિયો પાર્ક તરીકે માન્યતા અપાવવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. જેથી આ અવશેષો અને ભૂ- વિરાસત સ્થળોને સલામત રાખી શકાય.