Get The App

પૂર્વ કોન્સ્ટેબલના ઘરે રેડમાં મળ્યા 2.85 કરોડ રૂપિયા રોકડા, 50 લાખના ઘરેણાં: સાત વર્ષ કરી હતી નોકરી

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
પૂર્વ કોન્સ્ટેબલના ઘરે રેડમાં મળ્યા 2.85 કરોડ રૂપિયા રોકડા, 50 લાખના ઘરેણાં: સાત વર્ષ કરી હતી નોકરી 1 - image


Bhopal : ભોપાલના E-7 અરેરા કોલોનીમાં ભૂતપૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્માના નિવાસસ્થાન અને ઓફિસ પર લોકાયુક્ત પોલીસે ગુરુવારે સવારે દરોડા પાડ્યા હતા. તેમની ઓફિસમાંથી 1 કરોડ 15 લાખ રૂપિયા અને ઓફિસમાંથી 1 કરોડ 70 લાખ રૂપિયાની રોકડ સાથે કુલ 2 કરોડ 85 લાખ રૂપિયાની રોકડ મળી હતી. લોકાયુક્ત પોલીસ ઘણા મહિનાઓથી સૌરભની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.

કોન્સ્ટેબલ સૌરભના ઘરેથી રોકડ ઉપરાંત 2 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત તેમજ 50 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી છે. જેમાં હીરા, સોના અને ચાંદીના દાગીના સામેલ છે. શર્માએ બે વર્ષ પહેલા આરટીઓમાં કોન્સ્ટેબલના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેણે માત્ર સાત વર્ષ જ કામ કર્યું.

આ પણ વાંચો : નેતાજીને વીજચોરી ભારે પડી! તંત્રએ SPના સાંસદને ફટકાર્યો રૂ. 1.9 કરોડનો દંડ

2015માં અનુકંપા હેઠળ પોલીસમાં નિમણૂક પામ્યા હતા 

વર્ષ 2015માં સૌરભ અનુકંપા આધારે પોલીસ સેવામાં નિમણૂક પામ્યા હતા. પોલીસમાં આવક કરતાં અપ્રમાણસર મિલકતના કેસમાં પોલીસે આ કાર્યવાહી કરી છે. એડીજી લોકાયુક્ત જયદીપ પ્રસાદે કાર્યવાહીની પુષ્ટિ કરી છે. VRS લીધા બાદ સૌરભ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાઈ ગયો હતો. 

લોકાયુક્ત પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌરભ વીઆરએસ લેતા પહેલા જ તે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પ્રવેશી ચૂક્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યના પ્રભાવશાળી લોકો સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા. જેના કારણે તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય ઝડપથી વધ્યો હતો. પોલીસને ભોપાલ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ મિલકતોની માહિતી મળી છે.

પોલીસને શક છે કે, સૌરભે ટ્રાન્સપોર્ટ વિભાગમાં સાત વર્ષની સેવા દરમિયાન ગેરકાયદે સંપત્તિ મેળવી હશે. દસ્તાવેજોની ચકાસણીથી ખબર પડશે કે, આટલા ઓછા સમયમાં આટલી સંપત્તિ કેવી ઉભી કરી. સૌરભ સામે અગાઉ એક ફરિયાદ થઈ હતી તે બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. શર્મા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને હાલમાં તેમા તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : સંસદમાં ધક્કામુક્કી: રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે પોલીસ, ઈજાગ્રસ્ત સાંસદોનું નિવેદન લેવાશે

સ્કૂલ બનાવવા અંગે થયો હતો વિવાદ

સૌરભ મૂળ રુપે ગ્વાલિયરનો છે. અને પોલીસ સેવા દરમિયાન સૌરભના મોંઘા શોખ જોઈને તેની સામે વિભાગમાં ફરિયાદ શરૂ થઈ હતી. ત્યાર બાદ તેણે નોકરી છોડી દીધી અને સંપૂર્ણરીતે વ્યવસાયમાં જોડાઈ ગયો હતો. પરંતુ હાલમાં થોડા દિવસો પહેલા અરેરા કોલોનીમાં જ એક શાળાના બાંધકામને લઈને કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. હકીકતમાં અરેરા કોલોનીમાં બગીચા માટે અનામત રાખવામાં આવેલી જમીન પર આ સ્કૂલ બાંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News