ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ખેતરમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ

ભોપાલથી આશરે 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ટેક્નિકલ ખામીને લીધે હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ

અગાઉ ભિંડમાં ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ખેતરમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ 1 - image

image : Twitter


મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલ (bhopal) માં ભારતીય વાયુસેના (Indian Air Force) ના હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ (helicopter emergency landing) કરવી પડી હતી. ભોપાલથી આશરે 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ટેક્નિકલ ખામીને લીધે હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. તેમાં 6 જવાનો સવાર હતા. જેઓ હવે સુરક્ષિત છે. 

ઘટનાનો વીડિયો આવ્યો સામે 

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે બૈરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા એક ડેમ નજીક લેન્ડિંગ કર્યું હતું. ગામના લોકોનું કહેવું છે કે હેલિકોપ્ટર ડેમની આજુબાજુ ચક્કર લગાવી રહ્યું હતું. તેના પછી તે ખેતરમાં ઉતરી ગયું. હાલ હેલિકોપ્ટરમાં સવાર જવાનો સૈન્યના એન્જિનિયરો અને ટેક્નિશિયનોની રાહ જોઈ રહ્યા છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ગામના લોકોની ભીડ પણ એકઠી થઈ રહી છે. 

અગાઉ ભિંડમાં બની હતી આવી ઘટના 

અગાઉ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ લેન્ડિંગ નયાગાંવ પોલીસ સ્ટેશનની હદમાં જખમૌલી ગામમાં સિંધ નજીક કરાઈ હતી. એરફોર્સે જણાવ્યું હતું કે રુટિન ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. ત્યારે પણ બંને પાઈલટ અને હેલિકોપ્ટર સુરક્ષિત બચી ગયા હતા. 

  ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે ખેતરમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ 2 - image



Google NewsGoogle News