Get The App

મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માત, ડમ્પરની અડફેટે બસ અગનગોળો બની, 13 મુસાફરો જીવતાં ભડથું

બેદરકારી : આ બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ માર્ગો પર દોડી રહી હતી

સીએમ મોહન યાદવે વળતરની જાહેરાત કરી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માત, ડમ્પરની અડફેટે બસ અગનગોળો બની, 13 મુસાફરો જીવતાં ભડથું 1 - image


Guna Bus Accident: ગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. 

ઘણાની હાલત ગંભીર 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે. 

સીએમએ વળતરની જાહેરાત કરી 

જ્યારે દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. માહિતી અનુસાર દરરોજની જેમ 32 સીટર સિકરવાર બસ બુધવારે રાતે આશરે આઠ વાગ્યે ગુનાથી આરોન જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો. 

ફિટનેસ સર્ટિ તથા વીમા વગર જ બસ દોડી રહી હતી? 

માહિતી અનુસાર બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ દોડાવાઈ રહી હતી. બસ ફિટનેસ સર્ટિની મુદ્દત ફેબ્રુઆરી 2022માં પતી ગઈ હતી અને વીમા મુદ્દત 30 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઈ ગઇ હતી. પરિવહન વિભાગ તથા જવાબદારોની અવગણનાને લીધે બસની નિયમિત તપાસ થઈ નહોતી. 

મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માત, ડમ્પરની અડફેટે બસ અગનગોળો બની, 13 મુસાફરો જીવતાં ભડથું 2 - image


Google NewsGoogle News