કમલનાથ પણ 'કમળ'ના થશે..? કોંગ્રેસ ટેન્શનમાં, અટકળોના દોર વચ્ચે દિગ્વિજય સિંહે આપ્યો જવાબ

દિગ્વિજય સિંહે આ વાતને અફવા ગણાવતા કહ્યું કે તેમની તો રાજકીય કારકિર્દી જ ગાંધી પરિવાર જોડે થઇ છે, તેમના વિશે આવું ન વિચારી શકાય...

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
કમલનાથ પણ 'કમળ'ના થશે..? કોંગ્રેસ ટેન્શનમાં, અટકળોના દોર વચ્ચે દિગ્વિજય સિંહે આપ્યો જવાબ 1 - image


Digvijay Singh on Kamalnath : એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામાં બાદ ભાજપમાં જોડાયા પછી હવે કોંગ્રેસનું ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશથી મળતાં અહેવાલો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી થઈ શકી નથી. આ સૌની વચ્ચે દિગ્વિજય સિંહે આ મામલે જવાબ આપ્યો હતો. 

મધ્યપ્રદેશના રાજકારણમાં મચી જશે ખળભળાટ! 

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અહીં પહોંચે તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. ચર્ચા અનુસાર તે તેમના સાંસદ દીકરા નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. તેઓ દીકરા સાથે દિલ્હી પણ રવાના થઇ ગયા છે. બીજી બાજુ આ અહેવાલને વેગ ત્યારે મળ્યો જ્યારે તેમના સાંસદ દીકરા નકુલનાથે તેમના X પ્રોફાઈલ પરથી કોંગ્રેસ હટાવી દીધું હતું. 

શું બોલ્યાં દિગ્વિજય સિંહ? 

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ મામલે કહ્યું કે મારી કમલનાથ જોડે વાતચીત થઇ છે. તે છિંદવાડામાં છે અને તે એવી વ્યક્તિ છે જેમણે તેમની રાજકીય કારકિર્દી નહેરુ-ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી. તમે આવી વ્યક્તિ પાસેથી સોનિયા ગાંધી, ઈન્દિરા ગાંધીના પરિવારને છોડવાની આશા ન રાખી શકો. તેમની તો શરૂઆત જ આ પરિવારો સાથે થઇ છે. 

કમલનાથ પણ 'કમળ'ના થશે..? કોંગ્રેસ ટેન્શનમાં, અટકળોના દોર વચ્ચે દિગ્વિજય સિંહે આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News