નશામાં ચૂર 'નકલી પોલીસવાળો' CMની સુરક્ષામાં તહેનાત થયો,ભાંડો ફૂટતા ભાગ્યો પણ કોઈએ પકડ્યો નહીં

છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યો હતો, ફરિયાદ કરતાં નાસી છૂટ્યો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
નશામાં ચૂર 'નકલી પોલીસવાળો' CMની સુરક્ષામાં તહેનાત થયો,ભાંડો ફૂટતા ભાગ્યો પણ કોઈએ પકડ્યો નહીં 1 - image


CM Mohan Yadav security Lapse : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. શહેડોલ પહોંચે તે પહેલાં સીએમ મોહન યાદવની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ વચ્ચે એક અજાણ્યો વ્યક્તિ દારૂના નશામાં પોલીસની વર્દી પહેરીને તહેનાત થઈ ગયો હતો. 

એન્ટ્રી પર જ ઊભો હતો! 

આ યુવક સુરક્ષા યુવાનો વચ્ચે ઘૂસી ગયો હતો અને સૌની સામે પોલીસ કર્મચારી બનીને ઊભો થઇ ગયો હતો. બપોરે 12 વાગ્યે આસપાસ તે ત્યાં આવી ગયો હતો અને એ જ જગ્યાએ ઊભો થઇ ગયો હતો જ્યાંથી સીએમ મોહન યાદવ પોલિટેક્નિક મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવેશવાના હતા.

સૌને ધમકાવી રહ્યો હતો

મધ્યપ્રદેશ પોલીસની વર્દી પહેરીને આ યુવક પોલીસની સામે જ ઊભો થઈને સૌને ધમકાવી રહ્યો હતો. તે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જઇ રહેલી છોકરીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવા લાગ્યો હતો. તે નશાની હાલતમાં જ તેમની વચ્ચે પ્રવેશી ગયો હતો. 

મીડિયાકર્મીએ પોલ ખોલી 

જ્યારે મીડિયાકર્મીઓએ તેને સવાલ કર્યો કે તમે નશાની હાલતમાં છો અને આ રીતે છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છો? તો તે ત્યાંથી નાસી જવા લાગ્યો. અધિકારીઓ અને અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં પણ તે ભાગી ગયો પણ કોઈએ તેને પકડ્યો નહીં.  ગેટ ઈન્ચાર્જ ટી.આઈ.રઘુવંશીએ કહ્યું કે તે કોણ હતો એ અમને ખબર નથી. મારી ટીમમાં 9  લોકો છે અને તેમાં તે નથી. હવે આ મામલે તપાસ શરૂ કરાઈ છે. 

નશામાં ચૂર 'નકલી પોલીસવાળો' CMની સુરક્ષામાં તહેનાત થયો,ભાંડો ફૂટતા ભાગ્યો પણ કોઈએ પકડ્યો નહીં 2 - image


Google NewsGoogle News