Get The App

‘ભોલે બાબા’ બચ્યા, અલ્લુ અર્જુન ફસાયા ! હાથરસમાં 121 લોકોના મોત છતાં વાળ વાંકો ન થયો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
‘ભોલે બાબા’ બચ્યા, અલ્લુ અર્જુન ફસાયા ! હાથરસમાં 121 લોકોના મોત છતાં વાળ વાંકો ન થયો 1 - image

Allu Arjun And Bhole Baba Case : સાઉથના સુપર સ્ટાર અને ફિલ્મ ‘પુષ્પા’ના કારણે વિશ્વભરમાં જાણિતા બનેલા અલ્લુ અર્જૂનની મહિલાનું મોત થવાના કેસમાં ધરપકડ કરાયા બાદ 14 દિવસની જ્યુડિશીયલ ક્સ્ટડીમાં મોકલવાની તૈયારી ચાલી રહી હતી, જોકે કોર્ટે એક જ કલાકમાં વચગાળાના જામીન આપી દીધા છે. હૈદરાબાદમાં ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule)ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ થતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના પુત્રને ઈજા થઈ હતી. આ કેસમાં પોલીસે અલ્લુ અર્જુનની તેના બેડરૂમમાં ઘૂસીને ધરપકડ કરી હતી. અલ્લુની ધરપકડના અહેવાલો વહેતા થતાં જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો.

અલ્લુ અર્જુન સામે BNCની કલમ 105 અને 118(1) હેઠળ કેસ

પોલીસે અલ્લુની ધરપકડ કર્યા બાદ તેને તેલંગણાની હાઈકોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારબાદ ન્યાયાધીશ જુવ્વડી શ્રીદેવીએ અલ્લુને 14 દિવસમાં જ્યુડિશયલ રિમાન્ડ પર મોકલ્યો અને તેના એક કલાક બાદ અલ્લુને તુરંત વચગાળાના જામીન મળી ગયા હતા. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુન ઉપરાંત તેમની સિક્યોરિટી ટીમ અને થિયેટર મેનેજર વિરુદ્ધ BNCની કલમ 105 અને 118(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઈકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન

મૃતક મહિલાના પતિએ કહ્યું, હું કેસ પાછો ખેંચવા તૈયાર

નાસભાગમાં જીવ ગુમાવારનાર મહિલા રેવતીના પતિ ભાસ્કરે કહ્યું કે, ‘તે દિવસે મારા પુત્રએ સંધ્યા થિયેટરમાં ફિલ્મ દેખાડવા માટે કહ્યું હતું. આ દુર્ઘટના પાછળ અલ્લુ અર્જુનનો કોઈ વાંક નથી. જો જરૂર પડશે તો હું કેસ પરત ખેંચી લઈશ. મને અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હોવાના સમાચાર પોલીસથી નહીં, પરંતુ મોબાઈલથી ખબર પડી છે.

નાસભાગમાં ગૂંગળામણથી મહિલાનું થયું હતું મોત

ગઈ 4 ડિસેમ્બરની રાતે હૈદરાબાદના  સંધ્યા થિયેટરમાં 'પુષ્પા ટૂ'નો પ્રિમિયર શો યોજાયો  હતો. આ શો વખતે અલ્લુ અર્જુન ત્યાં હાજરી આપવા પહોંચ્યો હતો. તેને નિહાળવા માટે ચાહકોની ભારે ભીડ જામી હતી. આ વખતે થયેલી ભાગદોડ અને ધમાચકડીમાં રેવતી નામની 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે તેના આઠ વર્ષના પુત્રને ગૂંગળામણની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં અલ્લુ અર્જુને આ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પરિવારને પચ્ચીસ લાખનાં વળતરની પણ જાહેરાત કરાઈ હતી. 

આ પણ વાંચો : અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર, કહ્યું- તેમનો વાંક નથી

હાથરસમાં 121 મોત છતાં બાબાની ધરપકડ કેમ નહિ ? અલ્લુના ચાહકોનો આક્રોશ

અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આક્રોશનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. સંખ્યાબંધ લોકોએ હાથરસની ભાગદોડની ઘટનાની યાદ અપાવતાં કહ્યું હતું કે હજુ ગત બીજી જુલાઈએ હાથરસમાં ભોલે બાબાના  સત્સંગ ટાણે થયેલી ભાગદોડમાં 121 લોકોનાં મોત થયાં હતાં. 150થી  વધુ ઘાયલ થયા હતા. છતાં આજ દિન સુધી પોલીસે ભોલે બાબાને આંગળી પણ અડાડી નથી. જ્યારે હૈદરાબાદમાં ભાગદોડમાં માત્ર એક મહિલાનું મોત નીપજ્યું છે. અહીં તો અલ્લુ અર્જુને કોઈને ભેગા થવા માટે આહ્વાન પણ આપ્યું ન હતું. આમ છતાં પણ તેની તત્કાળ ધરપકડ કરી લેવામાં આવી છે.  

હાથરસમાં શું બની હતી ઘટના

લોકો બાબાનો સત્સંગ સાંભળવા પહોંચ્યા હતા ત્યારે બાબાના પગની ધૂળને સ્પર્શવા માટે લોકોની ભારી ભીડ થઈ અને બધા એકબીજા પર પડી ગયા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને 121 લોકોના કરુણ મોત થયા હતા. દુર્ઘટના બાદ એક તપાસ સમિતિની રચના કરાયી છે. હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ બાબા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેના નજીકના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી છે. ભોલે બાબાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેમણે આ ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યાબાદ તેમણે ખુલ્લેઆમ અસંવેદનશીલ નિવેદનો આપી કહ્યું હતું કે, જે થવાનું હોય છે તેને કોણ રોકી શકે છે.

આ પણ વાંચો : અલ્લુ અર્જુનને ભારે પડી ફુઆ પવન કલ્યાણની નારાજગી? સમર્થકોએ કહ્યું, '...તો ધરપકડ ના થઈ હોત'


Google NewsGoogle News