હાથરસ કાંડના 'ભોલે બાબા'ની અખૂટ સંપત્તિ, લક્ઝરી કારનાં શોખીન, 21 વીઘામાં ફેલાયેલો આશ્રમ
Bhole Baba: ઉત્તર પ્રદેશના હાથરસ સત્સંગ બાદ નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. જેમાં ભોલે બાબા એટલે કે સૂરજ પાલને લઈને વધુ એક ખુલાસો થયો છે. અહેવાલ છે કે તેમની પાસે ઓછામાં ઓછી રૂ. 100 કરોડની સંપત્તિ છે. તેમજ તેમના આશ્રમ પણ 24ની આસપાસ છે. આ ઉપરાંત તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે. પરંતુ હજુ તેમની આવકનો સ્ત્રોત હજુ સ્પષ્ટ થયો નથી, કારણ કે તેના મોટાભાગના અનુયાયીઓ ગરીબ લોકો છે. ખાસ વાત એ છે કે બાબાએ 'અસામાજિક તત્વો' પર નાસભાગ મચાવવાનો આરોપ લગાવ્યો છે.
બાબાની એન્ટ્રી સુપરસ્ટાર જેવી હોય છે
બાબાની ભક્તો વચ્ચેની એન્ટ્રીની જો વાત કરીએ તો જ્યારે બાબા ભક્તોની વચ્ચે આવતા હતા ત્યારે તેમણે સફેદ થ્રી-પીસ સૂટ, ટાઈ અને સ્ટાઇલિશ ચશ્મા પહેર્યા હોય છે. તેમંજ તે એકલા નહિ પણ તેમની સાથે સમગ્ર કાફલો આવે છે. જેમાં 350 સીસી મોટરસાઈકલ પર 16 કમાન્ડો હોય છે. બાબાના કાફલામાં 15 થી 30 વાહનો સામેલ હોય છે.
બાબાના સેવકો આછા ગુલાબી કપડામાં હાથમાં દંડો લઈને ઊભા રહીને અને કાફલા માટે રસ્તો કરે છે. આ સમયગાળા દરમિયાન, કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ લે નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. આ સમય દરમિયાન સૂરજ પાલ પોતે સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનરમાં આવે છે, જેના સીટ કવર સફેદ રંગના છે.
બાબાની સુરક્ષા સમિતિમાં જોડવા માટે થાય છે અરજી પ્રક્રિયા
11 વર્ષથી બાબાની ભક્તિ કરતા ભક્ત કહે છે, 'બાબાને સુરક્ષા માટે પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ નહોતો. તેના બદલે બાબા પોતાની સુરક્ષા માટે તેમના હજારો સેવકો પર નિર્ભર હતો. બાબાના સેવાદાર બનવા માટે ઔપચારિક અરજી પ્રક્રિયા હોય છે, ત્યારબાદ પસંદગી થાય છે. તેમને પેમેન્ટ, ભોજન અને આશ્રમમાં જ રહેવાની સુવિધા મળે છે.'
બાબાનો આલીશાન આશ્રમ
સૂરજ પાલ પોતે 21 વીઘામાં ફેલાયેલા મૈનપુરી આવેલા હરિ નગર નામના આશ્રમમાં રહે છે. ખાસ વાત એ છે કે આ આશ્રમમાં માત્ર બાબા અને તેમની પત્ની માટે 6 રૂમ છે. મૈનપુરી આશ્રમના પ્રવેશ પર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેના પર દાતાઓની માહિતી લખેલી છે. આ યાદીમાં 10 હજાર રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીના દાતાઓ નોંધાયેલા છે. બાબા દેશભરમાં ફેલાયેલા 24 આશ્રમની સંભાળ રાખે છે. ત્રણ વર્ષ પહેલાં બનેલો આ આશ્રમ તેમનું ઘર અને કામનું સ્થળ છે.
સૂરજ પાલ બાબાના આટલા આશ્રમ છે
શ્રી નારાયણ હરિ સાકાર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ગયા વર્ષે જ કરવામાં આવી હતી. હવે તેના અન્ય સહાયક ટ્રસ્ટના વિસ્તારમાં અન્ય ઘણા આશ્રમો છે. કાનપુરના બિધનુમાં એક આશ્રમ છે, જ્યાં સેવાદારો રહે છે. ભૂપત સરાયમાં બીજા આશ્રમનું બાંધકામ ચાલી રહ્યું છે. અહેવાલ છે કે તે 15 વીઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. પટિયાલીમાં એક આશ્રમ પણ છે, જે 29 વીઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે.