હાથરસમાં 121 લોકોની મોત પર ભોલે બાબાએ કહ્યું- એક દિવસ તો બધાએ મરવાનું જ છે

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Bhole Baba Insensitive Statement

Bhole Baba On Hathras Incident: હાથરસમાં થયેલી નાસભાગને કારણે 121 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. જેમાં કાર્યક્રમના યજમાન ભોલે બાબાની ભૂમિકા પણ શંકાસ્પદ માનવામાં આવી રહી હતી. હવે એ બાબાનું નિવેદન આપ્યું છે કે આ ઘટનાને કોણ રોકી શકે છે. એક દિવસ તો બધાએ જવું J પડશે. ભોલે બાબાએ તો ત્યાં સુધી કહ્યું કે સત્સંગના દિવસે એક ષડયંત્ર રચાયું હતું, જેના કારણે આટલા લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: મુસ્લિમોની વસ્તી 40 ટકા થઈ ગઈ, મારા માટે આ જીવન-મરણનો સવાલ: ભાજપ CMના નિવેદનથી ખળભળાટ

શું હતી સમગ્ર ઘટના?

લોકો બાબાનો સત્સંગ સાંભળવા પહોંચ્યા હતા ત્યારે બાબાના પગની ધૂળને સ્પર્શવા માટે લોકોની ભારી ભીડ થઈ અને બધા એકબીજા પર પડી ગયા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને 121 લોકોના કરુણ મોત થયા હતા. દુર્ઘટના બાદ એક તપાસ સમિતિની રચના કરાયી છે. હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ બાબા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેના નજીકના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બાબા આ અંગે મૌન છે.

આ પહેલા જ્યારે પણ ભોલે બાબાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેમણે આ ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી હતી. પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ અસંવેદનશીલ નિવેદનો આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે થવાનું હોય છે તેને કોણ રોકી શકે છે. 

આ પણ વાંચો: પ્રખ્યાત મોડેલે ભગવાન ગણેશની મૂર્તિ સાથે પોઝ આપતા લોકો ગુસ્સે ભરાયા, ટ્રોલ થતાં જ તસવીરો હટાવી

બાબા એટલા નિર્દોષ તો નથી 

હાથરસના બાબાને લઈને ઘણી માહિતી સામે આવી છે જેના કારણે તેમના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વાસ્તવમાં બાબાના આશ્રમને લઈને એક મોટો ખુલાસો થયો હતો. એક અહેવાલ અનુસાર બાબા ભોલેએ તેમના આશ્રમમાં એક ગુપ્ત રૂમ બનાવ્યો છે જ્યાં માત્ર સાત લોકોને જ જવાની પરવાનગી છે. આ સાત લોકોમાં અમુક સેવકો અને મહિલાઓનો સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધા એવા લોકો છે જે શરૂઆતથી નારાયણ હરિ સાકર સાથે જોડાયેલા છે, અન્ય કોઈ વ્યક્તિ અહીં જઈ શકે નહીં.

ત્રણ પ્રકારની સેના બાબાની સુરક્ષા કરે છે

બાબાને હંમેશા પોતાનો જીવ જોખમમાં હોવાનું લાગ્યા કરે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે રાત્રે 8 વાગ્યા પછી તે કોઈને મળતો નથી. ત્રણ પ્રકારની સેનાઓ ચોવીસ કલાક તેમની સુરક્ષા કરે છે. જેના નામ નારાયણી આર્મી, ગરુડ વોરિયર્સ અને હરિ વાહક છે. આ તમામ સેનાઓને અલગ-અલગ ડ્રેસ કોડ આપવામાં આવ્યા છે અને તેમના પોતાના કોડ વર્ડ્સ પણ છે. નારાયણી સેનાના કુલ 50, હરિવાહકના 25 અને ગરુડ વોરિયરના 20 સૈનિકો બાબાની સુરક્ષા કરે છે.


Google NewsGoogle News