નવો વિવાદ શરૂ! રામભદ્રાચાર્યની વાત પર નારાજ થયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, જાણો સમગ્ર મામલો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
નવો વિવાદ શરૂ! રામભદ્રાચાર્યની વાત પર નારાજ થયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, જાણો સમગ્ર મામલો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2024 શુક્રવાર

ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમના નિશાને કથાવાચર અને ધર્મ ગુરુ રામભદ્રાચાર્ય છે. તેમણે સરકાર પાસે માંગણી કરી છે કે તેઓ ટૂંક સમયમાં રામભદ્રાચાર્ય પર એક્શન લે. સંતને જેલમાં પૂરવામાં આવે નહીંતર તેમની પાર્ટી (ભીમ આર્મી) તક મળતા જ તેમના સેવા કરી દેશે. 

આ વિવાદ રામભદ્રાચાર્યની 8 જાન્યુઆરીએ બિહારના કરપી અરવલમાં થયેલી એક કથા બાદ સર્જાયો હતો. તેમણે આ દરમિયાન ભગવાન રામને પૂજવાની વાત કહી હતી. તેમણે ત્યારે રામનું નામ ન જપનાર માટે એક જાતિનો ઉલ્લેખ કરીને કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. કથામાં તેમના નિવેદનનો વીડિયો જ્યારે બાદમાં સોશિયલ મીડિયા પર આવ્યો તો ખૂબ વાયરલ થઈ ગયો. ક્લિપના વાયરલ થયા બાદ તે જાતિના લોકોમાં ખૂબ નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયા પર રામભદ્રાચાર્યને અરેસ્ટ કરવાની માંગણી સાથે હેશટેગ ટ્રેડ (#ArrestRambhadracharya) પણ થયુ. 

ભીમ આર્મી ચીફે સંતને પાખંડી ગણાવ્યા

આઝાદે આચાર્યની ટિપ્પણીને લઈને માઈક્રો બ્લોગિંગ મંચ એક્સ પર પોસ્ટ કરી. આ જાતિવાદથી ગ્રસ્ત એક પાંખડી છે. જે સંતના વસ્ત્ર પહેરીને પણ જાતિગત અપશબ્દો અને જાતીય ઊંચ-નીચની વાતો કરતા રહે છે. તેમના નિવેદન સખત મહેનતુ એસસી, એસટી, ઓબીસી વર્ગો અને જાતિઓ સાથે આપણા મહાપુરુષોનું પણ અપમાન છે. આને આ બહુજન સમાજ સહન કરશે નહીં. વ્યક્તિ કર્મથી મોટો હોય છે, જાતિથી નહીં. જાતિના આધાર પર ઊંચ-નીચની વાત કરનાર પોતે મહાનીચ હોય છે. 

ચંદ્રશેખર આક્રમક થયા

ચંદ્રશેખરે આગળ આક્રમક વલણમાં લખ્યુ, સરકારને ચેતવણી છે. તેમના વિરુદ્ધ FIR નોંધીને તાત્કાલિક જેલમાં પૂરો નહીંતર ભીમ આર્મીને તક મળશે તો તેમની સેવા કરી દેશે. ચંદ્રશેખર સિવાય સોશિયલ મીડિયા પર ઘણા અન્ય લોકો રામભદ્રાચાર્યના આ નિવેદનની નિંદા કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


Google NewsGoogle News