ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
BHIM 3.0: ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ અને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સતત તેમાં ટેક્નોલોજિકલ સુધારાઓ કરી રહ્યા છે. BHIM એપને વધુ સુલબ બનાવતાં NPCIએ BHIM 3.0 લોન્ચ કરી છે. જેમાં પેમેન્ટ કરવા ઉપરાંત ખર્ચાઓને મેનેજ કરવું પહેલાં કરતાં પણ વધુ સરળ અને સ્માર્ટ થયું છે. BHIM એપમાં ત્રીજી અપડેટ યુઝર્સ, બિઝનેસ અને બેન્કોની સુવિધાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
BHIM 3.0ના નવા ફીચર્સ
બિલ રજૂ કરવાની સુવિધાઃ હવે તમે મિત્રો અને પરિવાર સાથે ખર્ચ વહેંચી શકો છો. ઘરનું બાડું હોય, ખાણી-પીણીનું બિલ હોય અથવા કોઈ ગ્રુપ શોપિંગ હોય હવે BHIM 3.0માં સ્પ્લિટ પેમેન્ટ કરવાની સુવિધા આપવામાં આવી છે. જેનાથી હિસાબ કરવો સરળ બનશે.
ફેમિલી મોડઃ હે તમે તમારા પરિવારના સભ્યોને જોડી તેમના ખર્ચાઓ પર નજર રાખી શકશો. સાથે જરૂરી પેમેન્ટને અસાઈન પણ કરી શકો છો. જેનાથી પૂરો પરિવાર એક સાથે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરી શકશે.
ખર્ચનો હિસાબઃ નવુ સ્પેન્ડ એનાલિટિક્સ ફીચર તમને દરમહિને કરેલા ખર્ચની વિગતો આપશે. તે ઓટોમેટિક રીતે ખર્ચને જુદી-જુદી કેટેગરીમાં વહેંચી શકશે. જેનાથી બજેટ બનાવવું અને બચત પણ કરવી સરળ બનશે.
રિમાઈન્ડર એલર્ટઃ હવે એપ પર તમે પેન્ડિંગ બિલ, યુપીઆઈ લાઈટ એક્ટિવેશન અને બેલેન્સ ઓછું થવા પર જાતે જ રિમાઈન્ડર મોકલશે. જેનાથી જરૂરી પેમેન્ટ ચૂકી જવાના કિસ્સા ઘટશે.
વેપારીઓ માટે ખાસ ફીચર્સ
BHIM Vega: ટ્રેડર્સ હવે BHIM એપ મારફત ઈન-એપ પેમેન્ટ સ્વીકારી શકે છે. જેનાથી ગ્રાહકોને અલગથી કોઈ અન્ય એપ પર જવાની જરૂર પડશે નહીં. જેનાથી ટ્રાન્જેક્શન વધુ ઝડપી અને સરળ બનશે.
NPCIના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન અજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, BHIM 3.0 ભારતની ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા માટેનું મોટું પગલું છે. NBSLના સીઈઓ લલિતા નટરાજને જણાવ્યું હતું કે, આ અપડેટ ખાસ કરીને ભારતીયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જેનાથી ડિજિટલ પેમેન્ટ તમામ માટે સરળ અને સુરક્ષિત બનશે. BHIM 3.0 હવે 15થી વધુ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ થશે. જેનાથી દેશના તમામ લોકો ડિજિટલ પેમેન્ટનો લાભ ઉઠાવી શકશે.