લગ્નેત્તર સંબંધો ફરીથી બનશે અપરાધ? ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિની વિચારણા

ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં લગ્નેત્તર સંબંધોને અપરાધના દાયરામાં લાવવાનું સૂચન કરી શકે છે

ઇન્ડિયન જ્યુડીશીયલ કોડ હાલના ઇન્ડિયન પીનલ કોડનું સ્થાન લેશે. પાંચ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે લગ્નેતર સંબંધોને અપરાધ બનાવતી કલમ 497ને રદ્દ કરી હતી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
લગ્નેત્તર સંબંધો ફરીથી બનશે અપરાધ? ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિની વિચારણા 1 - image


Gender-Neutral Adultery & Non-Consensual Sex Proposal: વ્યભિચાર સંબંધિત કાયદો, જેને પાંચ વર્ષ પહેલા નાબૂદ કરવામાં આવ્યો હતો, તે ફરીથી આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં વ્યભિચાર એટલે કે લગ્નેત્તર સંબંધને ફરીથી અપરાધિક બનાવવાની ભલામણ કરી શકે છે. આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંસદીય સમિતિ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં રદ્દ કરાયેલા બે કાયદાઓને ફરીથી ઉમેરવાનું સૂચન કરી શકે છે. પહેલો કાયદો વ્યભિચાર સાથે સંબંધિત છે, જ્યારે બીજો સમલૈંગિકતામાં અસહમતીથી બનેલા યૌન સંબંધો સાથે સંબંધિત છે.

સંસદીય સમિતિએ શું સૂચનો આપ્યા ?

વ્યભિચાર બાબતે કાનૂની જોગવાઈ 

IPCની કલમ 497 ના વ્યભિચાર એટલે કે લગ્નેતર સંબંધને અપરાધ માનવામાં આવતો. આ કલમને 1860માં જ IPCમાં જોડવામાં આવી હતી. જેમાં લગ્નેતર સંબંધને વ્યાખ્યાયિત કરતા કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પુરુષ કોઈ પરણિત મહિલા સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બનાવે છે તો એવા કેસમાં મહિલાના પતિની ફરિયાદ પરથી એ પુરુષ જો વ્યક્તિએ તેની સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો આવા કિસ્સામાં મહિલાના પતિની ફરિયાદ પર પુરુષ વિરુદ્ધ કેસ નોંધી શકાય છે.

આ કાયદામાં 2 પેંચ હતા

પહેલું જો કોઈ પરિણીત પુરુષ કુંવારી અથવા વિધવા સ્ત્રી સાથે સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને વ્યભિચાર માટે દોષિત ગણવામાં આવશે નહીં. અને બીજું આમાં ક્યારેય મહિલાઓને દોષિત માનવામાં આવતી નથી.

જો કલમ 497 હેઠળ દોષિત સાબિત થાય, તો તે વ્યક્તિને પાંચ વર્ષની જેલ અને દંડની સજા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું- જે કાયદો વ્યક્તિના ગૌરવ અને મહિલાઓ સાથે સમાન વ્યવહારને નકારાત્મક અસર કરે છે તે બંધારણની વિરુદ્ધ છે. એવું કહીને સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે આ કલમને રદ્દ કરી દીધી હતી. 

સમલૈંગિક સંબંધોને લઈને પહેલાનો કાયદો

IPCની ધારા 377 મુજબ, જો કોઈ વ્યક્તિ અપ્રાકૃતિક રૂપે યૌન સંબંધ બાંધે છે તો 10 વર્ષથી લઈને ઉંમર કેદની સજા થઇ શકે છે. સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટની કલમ 377ના એક ભાગને રદ કરવામાં આવ્યો હતો. જેના કારણે સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને ગુનાના દાયરાની બહાર રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કલમ 377 હેઠળ સંમતિ વિના બાંધવામાં આવેલા યૌન સંબંધને ગુનો ગણવામાં આવશે. 

સંસદીય સમિતિ સૂચન

સમલૈંગિકતામાં સહમતિ વિનાના શારીરિક સંબંધ અને લગ્નેતર સંબંધોને ગુનો ગણવો જોઈએ. આને જેન્ડર ન્યુટ્રલ બનાવવું જોઈએ. લગ્નેતર સંબંધોમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ પણ હોવી જોઈએ.

સમલૈંગિકતામાં સહમતિ વિનાના યૌન સંબંધો અંગે કોઈ કાયદો નથી. કમિટી તેને ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં શું જોગવાઈ છેમાં સામેલ કરવાનું સૂચન કરી શકે છે. પુરૂષો ઉપરાંત મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો પણ તેના દાયરામાં આવી શકે છે.

ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં શું જોગવાઈ છે?

હવે IPCની જગ્યાએ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડ લાવવામાં આવી રહ્યું છે. જેમાં કલમ 497 અને કલમ 377 બંનેને રાખવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે કલમ 497ને સંપૂર્ણપણે રદ્દ કરી દીધી હતી. પરંતુ કલમ 377 આંશિક રીતે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાંથી કલમ 377ને સંપૂર્ણપણે હટાવીને પુરૂષો, મહિલાઓ અથવા ટ્રાન્સજેન્ડરો વચ્ચેના અસહમતીથી બનેલા યૌન સંબંધોને પણ ગેરકાયદે જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News