ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં સહાયભૂત તેવા એલ.કે.અડવાણીને ભારત રત્ન અપાશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઇ જવામાં સહાયભૂત તેવા એલ.કે.અડવાણીને ભારત રત્ન અપાશે 1 - image


- 8 નવે. 1927માં સિંધમાં જન્મેલા અડવાણી 1947માં ભાગલા પછી પહેલાં અંજારમાં અને પછી દિલ્હીમાં વસ્યા હતા

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, લાલકૃષ્ણ અડવાણીને તેઓએ રાષ્ટ્રને અર્પેલી અવિરત સેવા માટે ભારત રત્ન પદકથી વિભૂષિત કરવામાં આવશે. તેઓની રાજકીય યાત્રા જેટલી ભાતીગળ છે તેટલી જ તેઓની રાષ્ટ્ર પ્રત્યેની સેવાઓ પણ બહુવિધ છે. તેઓને ભારત રત્ન પદક એનાયત કરાશે. તેવી જાહેરાત વડાપ્રધાન મોદીએ જ કાલે કરી હતી.

લાલકૃષ્ણ અડવાણીનાં જીવનની કેટલીક વિગતો અહીં આપવામાં આવી છે.

* ૮, નવેમ્બર ૧૯૨૭ના દિને અખંડ ભારતનાં સિંધમાં તેઓનો જન્મ થયો હતો. તેઓનો શાળાકીય અભ્યાસ કરાંચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં થયો હતો. અહીં જ માત્ર ૧૪ વર્ષની વયથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા.

* ૧૯૪૭માં ભારતના ભાગલા થયા તે પૂર્વે જ કેટલાક દિવસોએ અડવાણી કુટુમ્બ દિલ્હીમાં જઈ વસ્તું હતું.

* ૧૯૫૧માં તેઓ ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘમાં જોડાયા હતા. જન સંઘની તે સમેય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જ સ્થાપના કરી હતી. અડવાણી તેઓને મળ્યા પણ હતા. સાથે રાજકારણમાં પ્રવેશ્યા.

* ૧૯૭૦માં તેઓ રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાયા જ્યાં તેઓ ૧૯૮૯ સુધી રહ્યા હતા.

* ડિસેમ્બર ૧૯૭૨માં તેઓ ભારતીય જનસંઘના પ્રમુખપદે ચૂંટાયા.

* કટોકટી સમયે અડવાણી અને અટલ બિહારી વાજપેયી બેંગલુરૂમાં હતા, જ્યાં તેમની ધરપકડ કરાઈ હતી.

* ૧૯૭૫માં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર રચાઈ તેમાં અડવાણીને માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી બનાવાયા.

* ૧૯૮૦માં ભાજપાની સ્થાપનામાં તેઓએ અટલ બિહારી વાજપેયી રહી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.

* અયોધ્યામાં રામ મંદિર સ્થાપના માટે ૧૯૯૦ના દાયકામાં શરૂ થયેલાં આંદોલનમાં તેઓએ અગ્રીમ ભૂમિકા ભજવી.

* તેઓ ભાજપાના પ્રમુખ પદે ૧૯૮૬-૯૦, ૧૯૯૩થી '૯૮, અને ૨૦૦૪, ૨૦૦૫ દરમિયાન ૩ વખત ચૂંટાઈ આવ્યા હતા.

* અટલ બિહારી વાજપેયી એનડીએની સરકાર સમયે તેઓને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.

* ૧૯૭૦માં રાજ્યસભામાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૮૯માં નવી દિલ્હીમાંથી લોકસભાની બેઠક ઉપર ચૂંટાયા હતા.

* ૧૯૯૧માં તેઓ ગુજરાતનાં ગાંધીનગર તેમજ નવી દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી લડયા અને બંનેમાં વિજયી થયા હતા. જો કે તેઓએ ગાંધીનગરની બેઠક જાળવી રાખવા નિર્ણય કર્યો હતો. ૨૦૧૪માં તેઓ છેલ્લી ચૂંટણી લડયા અને ગાંધીનગરમાંથી ફરી ઉભા રહ્યા, વિજયી બન્યા.

પરંતુ વધતી વય અને નાદુરસ્ત તબીયતને લીધે તેઓએ રાજકારણમાંથી સંન્યાસ લીધો છે.


Google NewsGoogle News