VIDEO : 'ભારત મંડપમ'ની બહાર પાણી-પાણી, વિપક્ષી નેતાએ વીડિયો પોસ્ટ કરીને સરકાર પર ઉઠાવ્યા સવાલ
NDMC દ્વારા પાણીના ભરાવાને પહોંચી વળવા 150 પંપ લગાવવામાં આવ્યા
ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટ ચાલી રહી છે. વિશ્વના તમામ મહેમાનો અને રાજનેતાઓનો જમાવડો ત્યાં લાગ્યો છે. એવામાં દિલ્હી અને તેના કેટલાક આસપાસના વિસ્તારોમાં ગઈકાલ મોડી રાતથી આજે વહેલી સવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે G-20 સમિટ સ્થળ એટલે કે પ્રગતિ મેદાનના ભારત મંડપમની બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સરકાર પર વિપક્ષના સવાલ
જોકે, G-20 સમિટ વચ્ચે આ રીતની પરિસ્થિતિ સર્જાવીએ કોઈ સામાન્ય વાત નથી. આ મામલે વિરોધ પક્ષે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક કોંગ્રેસી નેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરકારની પોલ ઉઘાડી પડી ગઈ છે. સરકારે પ્રગતિ મેદાનના ભારત મંડપમને બનવા પાછળ કરોડોનો ખર્ચો કર્યો હતો. પરંતુ દિલ્હીમાં પડેલા એક વરસાદથી ત્યાં જળબંબાકારની સ્થિતિ હતી.
રણદીપ સુરજેવાલાએ સરકારને ધેરી
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો શેર કર્યો હતો. તેમણે સરકારને ઘેરતા લખ્યું હતુ કે, આજે, 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારત મંડપમમાં વિકાસ સહેજ વરસાદમાં પણ તરતો જોવા મળે છે. હું ભગવાનને પ્રાર્થના કરીશે કે વધુ વરસાદ ન પડે અને G20 કોન્ફરન્સ સલામત રીતે પૂર્ણ થઇ જાય. મોદી સરકારે ગરીબોને 'પડદા'થી ઢાંકી દીધા છે, પરંતુ દેખાદેખી વચ્ચે તે તેની કરતુતને છુપાવી ન શકી.
लगभग ₹3000 करोड़ की लागत से बने "भारत मंडपम" में, आज जरा सी बारिश में ही “विकास” तैरता हुआ दिखाई दिया !
— Randeep Singh Surjewala (@rssurjewala) September 10, 2023
भगवान से प्रार्थना है कि आज दिन में यहां ज्यादा बारिश ना हो, #G20Summit सही सलामत पूरा हो जाए !
मोदी सरकार ने गरीबों को तो 'पर्दे' से ढक दिया, मगर कितनी भी "शो-शो बाज़ी"… pic.twitter.com/ZdrSTHOOnG
પાણીના ભરાવાને પહોંચી વળવા 150 પંપ લગાવવામાં આવ્યા
અહીં પાણીના ભરાવને રોકવા સરકારની કવાયત શરુ છે તેમજ NDMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 100 પંપ એવા સ્થળોએ છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે. અમે ત્યાં પહેલાથી જ પંપ ગોઠવી દીધા છે. આ ઉપરાંત 50 મોબાઈલ વોટર પંપ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ભારે વરસાદની સંભાવના વચ્ચે NDMCએ ફરીથી વિવિધ માર્ગો પરના વરસાદી પાણીના નિકાલ માટે નિરીક્ષણ કર્યું હતું.