રાહુલ ગાંધીની યાત્રાનું નામ બદલાયું, કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી માહિતી, જાણો નવું નામ અને શેડ્યૂલ

રાહુલ ગાંધી 'ભારત જોડો ન્યાય યાત્રા' હેઠળ 67 દિવસમાં 6,713 કિ.મીની યાત્રા કરશે

14 જાન્યુઆરીથી શરૂ થતી આ યાત્રાનું નામ 'ભારત જોડો ન્યાય યાત્રા' રખાયું

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીની યાત્રાનું નામ બદલાયું, કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી માહિતી, જાણો નવું નામ અને શેડ્યૂલ 1 - image


નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2024, ગુરૂવાર

Bharat Jodo Nyay Yatra : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત યાત્રા પર નીકળશે. 14 જાન્યુઆરીથી શરૂ થતી આ યાત્રાનું નામ 'ભારત જોડો ન્યાય યાત્રા' રાખવામાં આવ્યું છે. આ બાબતની જાણકારી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી છે. આ પહેલા આ યાત્રાનું નામ 'ભારત ન્યાય યાત્રા' આપવામાં આવ્યુ હતું.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, યાત્રાની શરૂઆત મણિપુરની રાજધાની ઈમ્ફાલથી થશે. આ યાત્રા 14 જાન્યુઆરીના રોજ બપોરે 12:00 વાગ્યાથી શરૂ થશે. યાત્રાને કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લીલી ઝંડી બતાવશે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય પર પોતાના વિચારો જનતા સામે રાખશે.

110 જિલ્લામાંથી પસાર થશે યાત્રા

કોંગ્રેસ નેતા જયરામ રમેશે યાત્રા અંગે કહ્યું કે, 6,700 કિ.મી લાંબી યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી બસ અને પદયાત્રા કરશે. આ યાત્રામાં INDIA ગઠબંધનના સહયોગી પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવશે.

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી 'ભારત જોડો ન્યાય યાત્રા' હેઠળ 67 દિવસમાં 6,713 કિ.મીની યાત્રા કરશે. આ યાત્રા 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. તેના અંતર્ગત 100 લોકસભા બેઠકો આવશે. રાહુલ ગાંધીની યાત્રા મુંબઈમાં પૂર્ણ થશે.

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની બેઠક

તેમણે જણાવ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. બેઠકમાં 2024ની ચૂંટણીની તૈયારીઓ અને રાહુલ ગાંધીની મણિપુર અને મુંબઈ વચ્ચેની યાત્રા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના તમામ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા.

ભારત જોડો યાત્રાનો રૂટ મેપ

- મણિપુરમાં 107 કિ.મીની યાત્રામાં 4 જિલ્લાને કવર કરવામાં આવશે.

- નાગાલેન્ડમાં 257 કિમીની યાત્રામાં 5 જિલ્લાને કવર કરવામાં આવશે.

- આસામના 833 કિ.મીના સફરમાં આ યાત્રા 17 જિલ્લામાંથી પસાર થશે.

- અરુણાચલ પ્રદેશમાં 55 કિ.મીની યાત્રામાં 1 જિલ્લાને કવર કરવામાં આવશે.

- મેઘાલયમાં રાહુલ ગાંધી 5 કિ.મીની યાત્રામાં 1 જિલ્લાને કવર કરશે.

- પશ્ચિમ બંગાળમાં 523 કિ.મીની યાત્રામાં 7 જિલ્લાને કવર કરવામાં આવશે.

- બિહારમાં રાહુલ ગાંધી 425 કિ.મીની લાંબી યાત્રા કરશે અને 7 જિલ્લાને કવર કરશે. 

- ત્યારબાદ ઝારખંડમાં 804 કિ.મીની યાત્રામાં 13 જિલ્લાને કવર કરવામાં આવશે.

- ઓડિસામાં 341 કિ.મી લાંબી યાત્રા કરશે અને તે 4 જિલ્લામાંથી પસાર થશે.

- છત્તીસગઢમાં 536 કિ.મીની યાત્રામાં 7 જિલ્લાને કવર કરવામાં આવશે.

- ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી સૌથી લાંબી યાત્રા 1,074 કિ.મીની યાત્રામાં 20 જિલ્લાને કવર કરશે.

- મધ્યપ્રદેશમાં 698 કિ.મીની યાત્રામાં 7 જિલ્લાને કવર કરવામાં આવશે.

- રાજસ્થાનમાં 128 કિ.મીની યાત્રામાં 2 જિલ્લાને કવર કરવામાં આવશે.

- ગુજરાતમાં 445 કિ.મીનો રસ્તો કવર કરવામાં આવશે અને તે 7 જિલ્લામાંથી પસાર થશે. 

- રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં 480 કિ.મીની યાત્રામાં 6 જિલ્લાને કવર કરશે.


Google NewsGoogle News