Get The App

મણિપુર સરકારના પ્રતિબંધો વચ્ચે આજથી 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ થશે, કોંગ્રેસ અધ્યક્ષ બતાવશે લીલીઝંડી

શરૂઆતના કાર્યક્રમમાં 3000થી વધુ લોકો હાજર નહીં રહી શકે

6713 કિલોમીટરનું અંતર કાપી 20 માર્ચે આ યાત્રા મુંબઈમાં સમાપ્ત થશે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
મણિપુર સરકારના પ્રતિબંધો વચ્ચે આજથી 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ થશે, કોંગ્રેસ અધ્યક્ષ બતાવશે લીલીઝંડી 1 - image


Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાથી ફાયદો થયા બાદ હવે તેઓ બીજી વખત ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઇ રહ્યા છે. આ યાત્રાની શરૂઆત મણિપુરના થૌબલ જિલ્લાથી થશે અને તેનું સમાપન મુંબઈમાં થશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિ.મી.થી વધુ મુસાફરી કરવાના છે. આ યાત્રા બે મહિના સુધી ચાલશે જેની આજથી શરૂઆત થઈ જશે. 

ક્યાંથી શરૂ થશે યાત્રા? 

રાહુલ ગાંધી 60થી 70 યાત્રીઓ સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા 12 વાગ્યે મણિપુરમાં ખોંગજોમ યુદ્ધ સ્મારકથી શરૂ થશે. જોકે તેની શરૂઆત અગાઉ રાજધાની ઈમ્ફાલથી થવાની હતી. ઉલ્લેખનીય છે કે મણિપુરના સીએમ એન.બિરેન સિંહે સુરક્ષાના કારણોસર યાત્રાને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે પછીથી અમુક શરતો હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. 

ખડગે બતાવશે લીલીઝંડી 

માહિતી અનુસાર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે આ યાત્રાને લીલીઝંડી બતાવી રવાના કરવાના છે.  જોકે મણિપુર સરકારે કહ્યું છે કે ભારત જોડો યાત્રા શરૂ કરવા સંબંધિત કાર્યક્રમ 1 કલાકથી વધુનો ન હોવો જોઈએ અને તેમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પણ 3000થી મર્યાદિત હોવી જોઈએ. આ મામલે થૌબલના કમિશનરે પણ આદેશ જારી કર્યા હતા. 

ભારત જોડો ન્યાય યાત્રાનો રુટ જાણી લો

ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન 6713 કિલોમીટરનું અંતર કાપી 20 માર્ચે આ યાત્રા મુંબઈમાં સમાપ્ત થશે. આ દરમિયાન 15 રાજ્યોના 110 જિલ્લાને આવરી લેવાશે. 

મણિપુર સરકારના પ્રતિબંધો વચ્ચે આજથી 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ થશે, કોંગ્રેસ અધ્યક્ષ બતાવશે લીલીઝંડી 2 - image



Google NewsGoogle News