વેબસાઈટ-પેમ્ફેલેટ તૈયાર કર્યા બાદ મણિપુરમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ નામંજૂર કરાતા કોંગ્રેસ ભડકી
મણિપુર સરકારે ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડ યાત્રા શરૂ કરવાની દરખાસ્ત નામંજૂર કરી
કોંગ્રેસે કહ્યું, ‘અમે અગાઉ જાણ કરી હતી, વેબસાઈટ-પેમ્ફલેટ પણ તૈયાર કર્યા, છતાં યાત્રા નામંજૂર કરી’
Bharat Jodo Nyay Yatra in Manipur, Imphal : મણિપુરના ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડથી 14 જાન્યુઆરીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરવાની દરખાસ્ત નામંજૂર કરાતા કોંગ્રેસે (Congress) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરના ઈમ્ફાલ (Imphal in Manipur)થી જ શરૂ થશે. અમે કોઈપણ સંજોગોમાં યાત્રા અટકવા નહીં દઈએ અને હિંસાનો ભોગ બનેલા નોર્થ ઈસ્ટથી જ શરૂ કરશે. પેલેસ ગ્રાઉન્ડમાં મંજૂરી ન આપી સ્થાનિક સરકાર યાત્રાથી ડરી રહી છે.
કોંગ્રેસે પેલેસ ગ્રાઉન્ડ માટે માગેલી મંજૂરી રદ થઈ
કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે (KC Venugopal) કહ્યું કે, ‘અમને માહિતી મળી છે કે, મણિપુર સરકારે ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડમાં યાત્રા સંબંધિત અમારી દરખાસ્ત રદ કરી દીધી છે. અમે મણિપુરની અવગણના ન કરી શકીએ, તેથી હવે અમે પૂર્વથી પશ્ચિમ સુધી યાત્રા યોજીશું. જો અમે ત્યાંથી યાત્રા ન કાઢીએ તો મણિપુરના લોકોને શું સંદેશો જશે?’
મણિપુર સરકાર અમારી યાત્રાથી ડરી ગઈ
વેણુગોપાલે કહ્યું કે, ‘અમારે માત્ર મણિપુરથી યાત્રા શરૂ કરવાની જરૂર છે. અમે ત્યાં કોઈ અન્ય જગ્યાએથી યાત્રા શરૂ કરીશું. આ બાબતે વહેલીતકે માહિતી આપીશું. અમે પહેલા જ કહ્યું હતું કે, અમે યાત્રા કાઢીશું, તેમ છતાં તેઓ (રાજ્ય સરકાર) ના કેમ પાડી રહ્યા છે? તેઓ અમારી યાત્રાથી ડરી ગયા છે, તેથી જ મંજૂરી આપી નથી.’
યાત્રા સંબંધિત વેબસાઈટ તૈયાર, પેમ્ફલેટ પણ જારી
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) પણ કહ્યું કે, ‘યાત્રા ઈમ્ફાલથી જ શરૂ થશે. અમે પેલેસ ગ્રાઉન્સ નહીં તો અન્ય જગ્યા માટે મંજૂરી માંગી છે. આશા છે કે, મંજૂરી અપાશે. અમે એક વેબસાઈટ પણ તૈયાર કરાઈ છે, જેમાં યાત્રા સંબંધિત તમામ વિગતો અપાશે. આ માટે એક પેમ્ફ્લેટ પણ જારી કરાયું છે.’
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરીથી ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડથી યોજાવાની હતી, જોકે તે પહેલા રાજ્ય સરકારે મંજૂર ન આપતા કોંગ્રેસે નવો તખ્તો ઘડ્યો છે અને યાત્રા શરૂ કરવા મણિપુરના ઈમ્ફાલમાં જ અન્ય જગ્યા માટે મંજૂરી માંગી છે.