ભારત જોડો યાત્રામાં દુર્ઘટના, રાહુલ ગાંધી જે કેમ્પમાં રોકાયા ત્યાં વીજકરંટથી એક મજૂરનું મોત

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ભારત જોડો યાત્રામાં દુર્ઘટના, રાહુલ ગાંધી જે કેમ્પમાં રોકાયા ત્યાં વીજકરંટથી એક મજૂરનું મોત 1 - image


Image Source: Twitter

મુરાદાબાદ, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર

આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 'ભારત જોડો ન્યાય યાત્રા' કરીને લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલી રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'માં મોટી દુર્ઘટના ઘટી છે. રાહુલ ગાંધી માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં બનેલા સીઆરપીએફના વોચ ટાવરમાં કરંટ આવવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે અને 7 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે વોચ ટાવર ખોલવામાં આવી રહ્યો હતો. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને તાત્કાલિક તમામ ઘાયલ મજૂરોને હોસ્પિટલ ખસેડ્યા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થઈ ગયુ છે.

તમામ ઘાયલો ચતરા જિલ્લાના રહેવાસી

મૃતકની ઓળખ નરેશ તરીકે થઈ છે જેઓ ઝારખંડના ચતરા જિલ્લાના રહેવાસી હતા. તમામ ઘાયલો પણ ચતરા જિલ્લાના રહેવાસી છે. રાહુલ ગાંધીના રાત્રિ રોકાણના કાર્યક્રમને કારણે કામચલાઉ કેમ્પ બનાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના જિલ્લાના કોતવાલી કટઘર વિસ્તારના રામપુર રોડ ઝીરો પોઈન્ટ પાસે સર્જાઈ હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જોડો ન્યાય યાત્રા' શનિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આગળ વધી હતી જેમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમના ભાઈ સાથે સામેલ થયા હતા. કોંગ્રેસના ઉત્તર પ્રદેશ યુનિટના પ્રવક્તા મનીષ હિંદવીએ કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મુરાદાબાદથી ફરી શરૂ થઈ છે. રાહુલ સાથે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. જ્યારેયાત્રા મુરાદાબાદના રસ્તાઓ પર આગળ વધી ત્યારે ત્યાં વિવિધ ક્ષેત્રના લોકો હાજર રહ્યા હતા.



Google NewsGoogle News