Get The App

ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM, દીયા કુમારી-પ્રેમચંદ બૈરવાએ લીધા DyCM પદના શપથ

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા

રાજસ્થાનમાં 33 વર્ષ બાદ બ્રાહ્મણ સમુદાયનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM, દીયા કુમારી-પ્રેમચંદ બૈરવાએ લીધા DyCM પદના શપથ 1 - image


Bhajanlal sharma becomes Rajasthan's new CM : રાજસ્થાનના નવા મુખ્યમંત્રી (New CM) તરીકે ભજન લાલ શર્મા (Bhajanlal sharma)એ શપથ ગ્રહણ (take oath) કર્યા છે અને તેમની સાથે જ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. 

પીએમ મોદી સહિત અનેક નેતાઓ રહ્યા હતા હાજર

ભજનલાલ શર્માનો મુખ્યમંત્રીનો શપથ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના  શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 33 વર્ષ બાદ બ્રાહ્મણ સમુદાયનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો છે.

પહેલી જ વાર ચૂંટણી લડ્યા હતા ભજનલાલ શર્મા

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત હતા. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેઓ પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. આ વખતે ભાજપે તત્કાલીન સભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા હતા.

રાજસ્થાનમાં ભાજપે 100થી વધુ બેઠકો પર વિજય મેળવ્યો હતો

રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે 51 હજારથી વધુ મતદાન મથકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું. ત્રીજી ડિસેમ્બરે તેના પરિણામ જાહેર કરાય હતા, જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 

ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા CM, દીયા કુમારી-પ્રેમચંદ બૈરવાએ લીધા DyCM પદના શપથ 2 - image


Google NewsGoogle News