ભગવંત માનનો આરોપ: કેન્દ્રનું ચાલે તો રાષ્ટ્રગાનમાંથી પંજાબને હટાવી દે અને ઉત્તર પ્રદેશને જોડી દે
આમ આદમી પાર્ટીએ બઠિંડાના મૌડ મંડીમાં વિકાસ ક્રાંતિ રેલીનું આયોજન કર્યું. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બઠિંડાના લોકોને 1125 કરોડ રૂપિયાના ખર્ચની પરિયોજનાઓની ભેટ આપી. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન દુશ્મન દેશ છે. તે લૂટશે અને હુમલા કરશે. પરંતુ પંજાબના લોકો ચાર-પાંચ લોકોથી ડરી ગયા. તેમણે કહ્યું કે, બે લોકો કોંગ્રેસમાં છે અને બે લોકો શિરોમણિ અકાળી દળમાં છે. એક ભાજપમાં છે. ભગવંત માને કહ્યું કે, બાદલનો આખો પરિવાર હારી ગયો છે. બસ એક હાર બચી છે. તે પણ આ વખતે બઠિંડામાં મળી છે. તમને જણાવી દઈએ કે, પ્રકાશ સિંહ બાદલની પત્ની હરસિમરત કૌર બાદલ બઠિંડાથી સાંસદ છે.
કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, અમારી સરકાર આમ આદમી ક્લીનિક ખોલી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારને ગમતું નથી અને પૈસા આપવાનું બંધ કરી દીધું. સાડા પાંચ હજાર કરોડ રૂપિયા ગ્રામ્ય વિકાસ ફંડના પૈસા રોકી દીધા. ત્યારબાદ અમે તીર્થયાત્રા શરૂ કરી અને પૈસા આપીને ટ્રેન બુક કરાવવા કહ્યું. ત્યારબાદ રેલવેએ લખીને આપ્યું કે, અમારી પાસે ટ્રેન નથી. ભગવંત માને કહ્યું કે, જો કેન્દ્ર સરકારનું ચાલે તો રાષ્ટ્રગાનથી પંજાબ હટાવી દેશે અને યૂપી જોડી દેશે. દરરોજ આ બંધારણ બદલાય છે. ભગવંત માને કહ્યું કે, નરેન્દ્ર મોદી ડબલ એન્જીન સરકારની વાત કરે છે પરંતુ રેલવેની પાસે એન્જીન નથી. તેમણે લેખીતમાં આપ્યું છે.
'પંજાબમાં નફરતના બીજ નહીં ઉગે'
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ભાજપના લોકો ધર્મના નામે નફરત ફેલાવવા ઈચ્છે છે પરંતુ તેઓ કાન ખોલીને સાંભળી લે. પંજાબની ધરતી ઈમાનદાર છે. તમામ પ્રકારના બીજ વાવી શકે છે પરંતુ નફરતના બીજ ક્યારે નહીં ઉગે.