Get The App

VIDEO : 'મારો હાથ તૂટી જશે...' મોબાઈલ ચોરને મુસાફરોએ ટ્રેનની બારી પર લટકાવ્યો, ઘટનાનો વીડિયો આવ્યો સામે

એક મહિલા તેના ફોન પર વાત કરી રહી હતી આ દરમિયાન ચોર હાથ સાફ કરવા માટે ઘૂસી ગયો

પરંતુ તેનું નસીબ ખરાબ હતું અને તે પકડાઈ ગયો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
VIDEO : 'મારો હાથ તૂટી જશે...' મોબાઈલ ચોરને મુસાફરોએ ટ્રેનની બારી પર લટકાવ્યો, ઘટનાનો વીડિયો આવ્યો સામે 1 - image


Bhagalpur Mobile Snathcer: હાલ સોશિયલ મીડિયામાં એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે. જે બિહારમાં એક ટ્રેનમાં મુસાફરોએ ચોરને પકડીને બારીમાંથી લટકાવી દીધો તેનો છે. ટ્રેન લગભગ એક કિલોમીટર સુધી પાટા પર દોડતી રહી અને ચોર બારી પર લટકતો રહ્યો. લોકોએ તેને માર પણ માર્યો હતો. આ દરમિયાન ચોર છોડી દેવાની આજીજી કરતો રહ્યો. જોકે ટ્રેનની સ્પીડ ધીમી પડતાં જ ચોરના કેટલાક સાગરિતો ત્યાં પહોંચી ગયા હતા અને તેને બચાવીને પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મામલો ભાગલપુરનો હોવાનું કહેવાય છે.

ચોર વારંવાર આજીજી કરતો રહ્યો 

મંગળવારે ભાગલપુર સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. ત્યારે એક ચોર તેની પાસેથી મોબાઈલ છીનવીને ભાગવા લાગ્યો. પરંતુ અન્ય મુસાફરોએ સતર્કતા દાખવી ચોરને પકડી લીધો હતો. સજાના ભાગરૂપે લોકો દ્વારા ચોરને ચાલતી ટ્રેનમાંથી લટકાવી દેવામાં આવ્યો હતો. ક્યારેક લોકો તેને મારતા તો ક્યારેક તેને પોતાની તરફ ખેંચતા. ચોર કહેતો રહ્યો કે છોડો, નહીં તો મારો હાથ તૂટી જશે. ટ્રેન લગભગ એક કિલોમીટર આગળ વધ્યા પછી કોઈએ ચેઇન ખેંચી. ત્યારબાદ ચોરના કેટલાક સાગરિતો તેને પોતાની સાથે મોજાહિદપુર તરફ લઈ ગયા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. હવે તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પહેલા પણ આવી ઘટના બની છે

આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ ચોરને ટ્રેનમાંથી લટકાવવામાં આવ્યો હોય. આ ઉપરાંત ભાગલપુરના લૈલાખ-ઘોઘા રેલવે સ્ટેશન વચ્ચે મોબાઈલ ફોનની ચોરી કરીને એક ગેંગ ભાગી રહી હતી. એટલામાં ટ્રેન ચાલુ થઈ. અન્ય ચોર ભાગી જવામાં સફળ રહ્યા હતા. પરંતુ લોકોએ એક ચોરને પકડીને બારીમાંથી લટકાવી દીધો. બાદમાં લોકોએ ચોરને ઈમરજન્સી બારીમાંથી અંદર ખેંચી લીધો અને તેને માર માર્યો.

VIDEO : 'મારો હાથ તૂટી જશે...' મોબાઈલ ચોરને મુસાફરોએ ટ્રેનની બારી પર લટકાવ્યો, ઘટનાનો વીડિયો આવ્યો સામે 2 - image


Google NewsGoogle News