BGMI ફરી ભારતમાં થઈ શકે છે બેન, સીમા હૈદર હશે કારણ, જાણો સમગ્ર મામલો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 08 માર્ચ 2024 શુક્રવાર
પબજી મોબાઈલ ગેમને ભારતમાં વર્ષ 2020માં બેન કરી દેવાઈ હતી. બાદમાં પબજી ગેમની વાપસી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ના નામથી ભારતમાં થઈ. હવે BGMI પર પણ પ્રતિબંધનું જોખમ મંડરાઈ રહ્યુ છે. એક રિપોર્ટ અનુસાર BGMIને પણ ભારતમાં બેન કરી શકાય છે પરંતુ આ વખતે બેનનું કારણ પાકિસ્તાનથી ચાર બાળકોની સાથે પોતાના પ્રેમ માટે ભારત આવેલી સીમા હૈદર હશે.
BGMI તરીકે લોન્ચ થવા દરમિયાન કંપનીએ કહ્યુ હતુ કે તેનો ચીન સાથે કોઈ સંબંધ હશે નહીં પરંતુ હવે સરકારને ફરીથી BGMI પર ચાઈનીઝ સર્વર સાથે સંબંધ હોવાની શંકા થઈ રહી છે. રિપોર્ટ અનુસાર કાયદા અમલીકરણ એજન્સીઓની સાથે વાતચીત કર્યા બાદ કેન્દ્ર સરકારના સાયબર સુરક્ષા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ એપને બંધ કરવાની સલાહ આપી છે.
પ્રતિબંધનું કારણ સીમા હૈદર કેમ?
અહીં એક મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે કે સીમા હૈદરના કારણે BGMI ને કેમ બેન કરી શકાય તો તેનો જવાબ એ છે કે સીમા અને સચિનની મુલાકાત BGMI ગેમ દ્વારા થઈ હતી. દરમિયાન સરકારને શંકા છે કે BGMI ગેમ દ્વારા ભારતીય યૂઝર્સના ઓડિયો, લોકેશન અને અન્ય ડેટા લીક થઈ રહ્યા છે અને આ ડેટાનો ઉપયોગ સાયબર એટેક માટે થઈ શકે છે. આ સિવાય BGMI પબજીનો જ નવો અવતાર છે. દરમિયાન શંકા થવાનું નક્કર કારણ પણ આ જ છે.
આગામી અઠવાડિયા સુધી થઈ શકે છે નિર્ણય
રિપોર્ટ અનુસાર આગામી અઠવાડિયે આ મામલાને લઈને ઘણા મોટા અધિકારીઓની બેઠક થવાની છે જેમાં આ ગેમ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લઈ શકાય છે. આ મામલે BGMI ને પબ્લિશ કરનારી કંપની ક્રાફ્ટોનને પણ રજૂ કરી શકાય છે.
વર્ષ 2022માં BGMI પર લાગ્યો હતો પ્રતિબંધ?
વર્ષ 2022માં BGMI પર પ્રતિબંધ લાગ્યો હતો. ગેમ પર આ પ્રતિબંધ સુરક્ષાના કારણે જ લાગ્યો હતો. આ સિવાય પબજી મોબાઈલ ગેમની સાથે પણ BGMI ના સંબંધ નીકળ્યા હતા. પબજીની પેરેન્ટ કંપની ચીનની છે.