Get The App

પ્રેમમાં દગો મળતા ઈનફ્લુએન્સરે લાઈવ સ્ટ્રીમિંગમાં આપઘાત કર્યો, ફૉલોઅર્સ ઘરે આવ્યા બચાવી ન શક્યા

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
પ્રેમમાં દગો મળતા ઈનફ્લુએન્સરે લાઈવ સ્ટ્રીમિંગમાં આપઘાત કર્યો, ફૉલોઅર્સ ઘરે આવ્યા બચાવી ન શક્યા 1 - image


Image: X

Influencer Passes Away in Chhattisgarh: છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં એક 19 વર્ષની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ-સ્ટ્રીમિંગ દરમિયાન સુસાઈડ કરી દીધું. જ્યારે ઈનફ્લુએન્સરે સુસાઈડ કર્યું તો તે દરમિયાન તેના ચાહકો તેને લાઈવ સ્ટ્રીમિંગ પર જોઈ રહ્યાં હતાં અને તેને બચાવવા માટે પહોંચ્યા પરંતુ તેઓ યુવતીને બચાવી શક્યા નહીં. યુવતીએ પહેલા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ અને પછી પંખાથી ફાંસી લગાવી દીધી. 

શા માટે ઈનફ્લુએન્સરે સુસાઈડ કર્યું?

ઈનફ્લુએન્સરનું નામ અંકુર નાથ જણાવાઈ રહ્યું છે. સાથે જ જાણકારી મળી રહી છે કે અંકુરે પોતાના જ ઘરના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી દીધી. સામે આવેલી જાણકારી અનુસાર પ્રેમમાં દગો મળવાના કારણે ઈનફ્લુએન્સરે આવું પગલું ભર્યું છે. યુવતીના પરિવારજનોને પણ પ્રેમ પ્રકરણનો જ મામલો લાગી રહ્યો છે. જોકે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. હવે આગળની તપાસથી જ ખબર પડશે કે આખરે અંકુરે શા માટે પોતાનો જીવ લીધો?

પોલીસે શું કહ્યું?

આ મામલે વાત કરતાં નવાગઢ પોલીસે જણાવ્યું કે 'આ ઘટના 29 ડિસેમ્બરની છે, જ્યારે અંકુર નામની એક 19 વર્ષની યુવતીએ પોતાના ઘરના રૂમમાં ફાંસી લગાવીને સુસાઈડ કરી દીધું. આત્મહત્યા કર્યા પહેલા યુવતી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને પછી પંખાથી લટકી ગઈ. યુવતીના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે.'

આ પણ વાંચો: એક્ટર અલ્લુ અર્જુનને મોટી રાહત, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં મળ્યા રેગ્યુલર જામીન

અંકુર બહેન સાથે રહેતી હતી

અંકુર પોતાની બહેનની સાથે રહેતી હતી. જ્યારે અંકુર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી તે દરમિયાન તેને તેના ચાહકો અને ગામના લોકો જોઈ રહ્યા હતા. તે લોકોએ જ યુવતીના પરિવારજનોને આની જાણકારી પણ આપી પરંતુ જ્યારે લોકો અંકુરના ઘરે પહોંચ્યા ત્યાં સુધી તે ફાંસીએ લટકી ગઈ હતી. જોકે, તે બાદ પણ અંકુરને અફરાતફરીમાં હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધી.

પોલીસ તપાસ કરી રહી છે

તે બાદ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ. પોલીસે યુવતીના ફોનને પણ જપ્ત કર્યો છે. પોલીસની આગળની તપાસમાં જ ખુલાસો થશે કે યુવતીના ફોનથી કોઈ આત્મહત્યાના કારણની જાણકારી મળી છે કે નહીં. જોકે, પરિવારના નિવેદનના આધારે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ પ્રકરણનો મામલો લાગી રહ્યો છે તો પોલીસ તે આધારે તપાસ પણ કરી રહી છે.


Google NewsGoogle News