ઈલોન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનૉલ્ટ બન્યા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ, ફોર્બ્સની યાદી જાહેર
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 104.4 અબજ ડોલર છે અને તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે
Top-10 Billionaire: ફોર્બ્સે હાલના અબજોપતિઓની યાદી જાહેર કરી છે. જેમાં લક્ઝરી બ્રાન્ડ એલવીએમએચના માલિક બર્નાર્ડ અરનૉલ્ટ ટેસ્લાના સીએઈઓ ઈલોન મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બર્નાર્ડ અરનૉલ્ટની કુલ સંપત્તિ 207.8 અબજ ડોલર છે અને મસ્કની કુલ સંપત્તિ 204.7 અબજ ડોલર છે.
ઈલોન મસ્કની સંપત્તિમાં 13 ટકાનો ઘટાડો
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, 25મી જાન્યુઆરીએ ટેસ્લાને શેરબજારમાં ઝટકો લાગ્યો હતો, જેના કારણે ઈલોન મસ્કની સંપત્તિમાં 13 ટકાનો ઘટાડો થયો. જેના કારણે મસ્કની કુલ સંપત્તિમાં 18 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. તો બીજી તરફ એલવીએમએચના શેરમાં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. શુક્રવારે એલવીએમએચનું માર્કેટ કેપ 388.8 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું.
ફોર્બ્સ અનુસાર આ છે વિશ્વના 10 સૌથી ધનિક લોકો
અબજોપતિઓના નામ |
કુલ સંપત્તિ |
બર્નાર્ડ અરનૉલ્ટ |
207.8 અબજ ડોલર |
ઈલોન મસ્ક |
204.7 અબજ ડોલર |
જેફ બેઝોસ |
181.3 અબજ ડોલર |
લેરી એલિસન |
142.2 અબજ ડોલર |
માર્ક ઝુકરબર્ગ |
139.1 અબજ ડોલર |
વોરેન બફેટ |
127.2 અબજ ડોલર |
લેરી પેજ |
127.1 અબજ ડોલર |
બીલ ગેટ્સ |
122.9 અબજ ડોલર |
સર્ગેઈ બ્રિન |
121.7 અબજ ડોલર |
સ્ટીવ બાલ્મર |
118.8 અબજ ડોલર |