Get The App

બેંગલુરુમાં શ્રદ્ધા વાલ્કર જેવો હત્યાકાંડ! યુવતીની હત્યા બાદ કર્યા 32 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ

Updated: Sep 21st, 2024

GS TEAM


Google News
Google News
બેંગલુરુમાં શ્રદ્ધા વાલ્કર જેવો હત્યાકાંડ! યુવતીની હત્યા બાદ કર્યા 32 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ 1 - image


Bengaluru Murder Case : બેંગલુરુમાં એક ધ્રૂજાવીદેનારી ઘટના સામે આવી છે. એક 29 વર્ષની મહિલાની હત્યા કરીને તેના મૃતદેહના 32 ટુકડા કરી ફ્રિજમાં રાખી દીધા. આ કારમી હત્યાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે મહિલાની હત્યા અંદાજિત 4-5 દિવસ પહેલા જ થઈ છે. પોલીસે જણાવ્યું કે, ક્રાણ સીન મૃતક મહિલના મૃતદેહના ટુકડા તેના ઘરની અંદર રાખેલા એક ફ્રીઝરમાં મળ્યા. જણાવાય રહ્યું છે કે, મૃતક મહિલા કોઈ બીજા રાજ્યની રહેવાસી હતી.

પોલીસે શું જણાવ્યું?

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ હાલ તપાસમાં લાગી ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે, આ હત્યા પાછળનો ઉદ્દેશ્ય અને શંકાસ્પદો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બેંગલુરુ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, મૃતક બીજા રાજ્યની રહેવાસી હતી, પરંતુ તે હાલમાં પોતાના પરિવાર સાથે બેંગલુરુમાં જ રહેતી હતી.

ઘટનાની તપાસ કરવા માટે અનેક ટીમો કામે લાગી

પોલીસના અનુસાર, આહત્યાની જાણ મૃતક મહિલના પરિવારજનોના આવ્યા બાદ થઈ. ત્યારે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી, જ્યારબાદ સ્થાનિક લોકોએ ઘરનું તાળું તોડીને જોયું તો સૌ ચોંકી ગયા. જણાવાય રહ્યું છે કે, મૃતક મહિલાએ બે-ત્રણ મહિના પહેલા જ આ મકાન ભાડે લીધું હતું. ઘટનાસ્થળ પર સીનિયર પોલીસ અધિકારી હાજર છે અને આ ઘટનાનો પર્દાફાશ કરવા માટે ફોરેન્સિક ટીમ, ડૉગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ પહોંચી ગઈ છે.

જ્યારે દિલ્હીની આ ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, 2022માં દિલ્હીના મેહરોલીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. અહીં આફતાબ પૂનાવાલ નામના એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા શ્રદ્ધા વૉકર નામની યુવતીની હત્યા કરીને તેના મૃતદેહના 36 ટુકડા કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.


Tags :